ગુજરાત સરકાર દ્વારા રોડ પર થતા accident માં આર્થિક સહાય આપવા માટે Vahan Akasmat Sahay Yojana ની શરૂઆત કરવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ અકસ્માત નો ભોગ બનેલા પીડિત કોઈ પણ હોસ્પિટલ માં મફત સારવાર મેળવી શકે.
ગુજરાત સરકાર તરફથી અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિ ને હોસ્પિટલમાં કરવામાં આવતા ઈલાજ માટે 50,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. જેથી કરીને કોઈ પણ ઇજાગ્રસ્ત વ્યક્તિ આસાનીથી સારવાર મેળવી શકે. તો ચાલો જાણીએ કે એક્સિડન્ટ સહાય યોજના નો લાભ કોને મળવાપાત્ર થશે અને ક્યાં કારણો માં આ યોજના નો લાભ મળી શકશે.
Accident Sahay Yojana Gujarat 2024
સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સરકાર તરફથી વધુમાં વધુ 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. વાહન અકસ્માત સહાય યોજના અંતર્ગત એક શરત એ પણ રાખવામાં આવેલી છે કે એક્સિડન્ટ થયાના 48 કલાક સુધી જો કોઈ પીડિત સારવાર લેશે તે જ સારવાર નો ખર્ચ રાજ્ય સરકાર તરફથી સહાય પેટે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત X-ray, Operation તેમજ ICU જેવી સારવાર નો પણ સમાવેશ કરવામાં આવેલો છે.
જો કોઈ પણ ઇજાગ્રસ્ત વ્યક્તિ જે હોસ્પિટલ માં સારવાર મેળવતો હોય અને ત્યાં તે વ્યક્તિ ને જરૂરી સારવાર નથી કરવામાં આવતી તો તે વ્યક્તિ બીજી કોઈ પણ હોસ્પિટલમાં જઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
Key Points
યોજનાનું નામ | વાહન અકસ્માત સહાય યોજના (Accident Sahay Scheme) |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
ક્યારે શરૂ કરવામાં આવી | વર્ષ 2018 માં |
આર્થિક સહાય રાશિ | વધુમાં વધુ 50,000 રૂપિયા |
લાભ | એક્સિડન્ટ પીડિત ને મફત સારવાર |
Official Website | https://gujhealth.gujarat.gov.in/ |
યોજના માટેનું ફોર્મ | આગળ આપવામાં આવેલું છે |
વાહન અકસ્માત સહાય યોજના નો હેતુ
આ યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યની હદ માં જે કોઈ પણ વ્યક્તિ રોડ એક્સિડન્ટ નો શિકાર બને છે તેને સારવાર આપવા માટે થતા ખર્ચ સામે જરૂરી સહાય કરવાનો છે. જેથી કરીને જો કોઈ ગરીબ અથવા મધ્યમ પરિવારના વ્યક્તિ હોય તો તેને આર્થિક કટોકટી નો સામનો કરવો પડે નહિ.
યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે? (Eligibility Criteria)
ગુજરાતના તેમજ કોઈ પણ રાજ્યના નાગરિક જો તે ગુજરાત સરકાર ની હદમાં એક્સિડન્ટ નો શિકાર બન્યા હોય તેવા કોઈ પણ વ્યક્તિ ને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લાભાર્થી ગરીબ હોય કે અમીર આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર તરફથી એકમાત્ર શરત એ રાખવામાં આવેલી છે કે એક્સિડન્ટ થયાના 48 કલાકમાં વધુમાં વધુ 50 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
Note: જે પણ ખર્ચ વ્યક્તિની સારવાર કરવામાં થશે તે રકમ ગુજરાત સરકાર દ્વારા ડાયરેક્ટ હોસ્પિટલ ને જ આપવામાં આવશે એટલે કે સહાય ની રકમ લાભાર્થી ને મળશે નહિ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- લાભાર્થી નું નામ, એડ્રેસ વગેરે
- લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર
- હોસ્પિટલના ખર્ચ નું બિલ
- એપ્લિકેશન ફોર્મ
- મોબાઇલ નંબર
યોજના અંતર્ગત થતી સારવાર
વાહન અકસ્માત સારવાર યોજના ગુજરાત અંતર્ગત નીચે આપેલી સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે.
- ICU
- Diagnosis
- Common Treatment
- X-ray
- Operation
- Bandages
- Ventilator etc.
Accident Sahay Yojana Form (How to Apply)
જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો નીચે આપેલી જાણકારી ધ્યાનપૂર્વક વાંચો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે વાહન અકસ્માત સહાય યોજના ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
સ્ટેપ 2: ફોર્મ માં આપેલી બધી જાણકારી ભરીને તેની સાથે જોડાયેલ સંમતીપત્ર પણ ભરવાનું રહેશે.
સ્ટેપ 3: ત્યારબાદ તે ફોર્મ ને હોસ્પિટલ માં બતાવવાનું રહેશે અને જે પણ મેનેજમેન્ટ ના સભ્ય હોય તેમને જાણ કરવાની રહેશે.
આ રીતે સ્ટેપ ને ફોલો કરીને તમે યોજના અંતર્ગત એક્સિડન્ટ સહાય મેળવી શકો છો.
જો તમે કોઈ પણ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારી વેબસાઇટ gujju Yojana ને ફોલો કરી શકો છો અથવા અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. આ યોજના ની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર જરૂર કરજો.
આ પણ જુઓ:
FAQs
પ્રશ્ન: Vahan Akasmat Sahay Yojana હેઠળ કેટલી સહાય મળે છે?
ઉત્તર: વધુમાં વધુ 50 હજાર રૂપિયાની
પ્રશ્ન: યોજના અંતર્ગત અકસ્માત થયાના કેટલા સમયમાં સારવાર મેળવવી જરૂરી છે?
ઉત્તર: 48 કલાક ની અંદર
પ્રશ્ન: વાહન અકસ્માત સારવાર યોજના હેઠળ કોને લાભ મળી શકશે?
ઉત્તર: ગુજરાતના દરેક લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે