Jio Vs BSNL: 84 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા વાળો કોનો પ્લાન છે સસ્તો?

Jio Vs BSNL 1.5GB Data Plan: મિત્રો, જ્યારે આપણે મોબાઇલ માં રીચાર્જ કરવાનું હોય ત્યારે આપણે ક્યાંથી 1 રૂપિયો પણ સસ્તું રીચાર્જ થાય છે એ જોતાં હોય છીએ. પણ આપણને એ નથી ખબર કે એવો જ પ્લાન બીજી કંપની માં પણ ઘણીવાર સસ્તો મળી જતો હોય છે.

એટલે આજે આપણે jio અને bsnl ના 84 દિવસ અને ડેઇલી 1.5 gb data વાળા પ્લાન વિશે માહિતી મેળવશું જેથી આપણને ખબર પડે કે આપણે ક્યું સીમ કાર્ડ વાપરવું જોઈએ.

Jio Vs BSNL: 84 days plan with 1.5 GB daily data

Jio માં આમ તો ઘણા recharge plan છે જે તમને 84 દિવસ માટે આપવામાં આવે છે પરંતુ 1.5GB ડેટા વાળા માત્ર 2 પ્લાન જીયો તરફથી ઓફર કરવામાં આવે છે. જેમાં એક પ્લાન ની કિંમત 799 રૂપિયા છે તો બીજાની કિંમત 889 રૂપિયા છે. આ બંને માં 1.5GB ડેટા મળે છે સાથે સાથે બીજા પણ ઘણા બેનીફીટ જોવા મળે છે.

જ્યારે bsnl ની વાત કરીએ તો તેમાં જો આપણે દરરોજ 1.5GB ડેટા જોતો હોય તો એક પ્લાન છે. જે માત્ર ₹485 રૂપિયામાં activate થઈ જાય છે. પરંતુ આ પ્લાન માં 84 ના બદલે 82 દિવસ આપવામાં આવે છે. તેની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને sms પણ ઓફર કરવામાં આવે છે.

જીયો અને બીએસએનએલ 1.5 GB રીચાર્જ પ્લાન નો તફાવત

Plan PriceDataU/L Calling + SMSOther Benefits
Jio ₹7991.5GB/dayYesJio (TV+Cinema+Cloud)
Jio ₹8891.5GB/dayYesJio (TV+Cinema+Cloud) + Jio Saavn Pro
BSNL ₹4851.5GB/dayYesNot Available

કયો પ્લાન છે સૌથી બેસ્ટ?

જુઓ મિત્રો, જો આપણે જીયો નો 799 રૂપિયા વાળો પ્લાન કરાવીએ તો આપણને દરરોજ 9.51 રૂપિયા માં પડશે. અને જો ₹889 વાળો પ્લાન કરાવીએ તો તે આપણને ₹10.58 માં પડશે. જ્યારે BSNL ₹485 વાળો પ્લાન કરાવીએ તો તે આપણને માત્ર ₹5.91 રૂપિયામાં પડે છે.

જો તમે જીયો ટીવી, જીયો સિનેમા કે પછી જીયો cloud નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે જીયો નું રીચાર્જ સારું રહેશે પરંતુ જો તમે તેનો ઉપયોગ નથી કરતા તો તમારા માટે સૌથી બેસ્ટ રીચાર્જ પ્લાન bsnl ₹485 વાળો રહેશે. આવી જ વધુ માહિતી માટે તમે gujju yojana website ને follow કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now