ગાય કે ભેંસ માટે IVF થી ગર્ભધારણ કરવા માટે સરકાર આપશે 20 હજાર નો સહાય (જાણો એનિમલ IVF સહાય યોજના માટે અરજી પ્રક્રિયા) | Animal IVF Assistance Scheme in Gujarat

Animal IVF Assistance Scheme in Gujarati | એનિમલ IVF સહાય યોજના Online Arji | Last Date | ગાય કે ભેંસ માં IVf થી ગર્ભધારણ કરવા માટે ની યોજના | પાત્રતા અને દસ્તાવેજ ની સૂચિ | How to Apply Online

Animal IVF Financial Assistance Scheme in Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે જેથી કરીને ગુજરાતના ખેડૂતો સરકારી સહાય મેળવી શકે. એવી જ રીતે પશુપાલકોને આર્થિક સહાય આપવા માટે એક નવી યોજના શરૂ થયેલી છે જેનું નામ એનિમલ ivf સહાય યોજના છે. આ યોજનાનો લાભ મેળવીને તમે તમારી ગાય ભેંસ કે અન્ય પશુ માટે આઈવીએફ પદ્ધતિથી ગર્ભધારણ કરાવીને 20,000 રૂપિયા ની સરકારી સહાય મેળવી શકો છો.

તો આવો આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને પશુઓમાં ivf સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીએ. જેથી તમે પણ આઇ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી છેલ્લી તારીખ પહેલા કરી શકો.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

એનિમલ ivf સહાય યોજના શું છે? (Animal IVF Assistance Scheme in Gujarati 2024)

જો તમે ગુજરાત રાજ્યમાં રહેતા હોય અને પશુપાલન કરતા હોય તો તમે એનિમલ ivf સહાય યોજનાનો લાભ લઈ શકો છો. આપણે જાણતા હોઈએ છીએ કે ઘણી વખત ગાય કે ભેંસમાં નેચરલી ગર્ભધારણ ન થવાથી ivf નો ઉપયોગ કરવો પડતો હોય છે. માર્કેટમાં જો તમે પોતાની રીતે પશુઓમાં ivf કરાવવા માંગો તો તમારે લગભગ 21 હજાર રૂપિયા નો ખર્ચો કરવો પડે છે. પરંતુ તમે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી Aninal IVF Assistance Yojana નો લાભ ઉઠાવીને 20,000 રૂપિયાની સહાય યોજના અંતર્ગત મેળવી શકો છો. આ આર્થિક સહાય ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકાર અને અન્ય મંડળી દ્વારા આપવામાં આવે છે જેને વધુ જાણકારી આગળ આપવામાં આવેલી છે.

યોજનાનો ઉદ્દેશ્ય (Objective)

ગુજરાત રાજ્યમાં ઘણા ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ જો તેમના પશુઓમાં ગર્ભ ધારણ ન રહેતું હોય તો તેમને ivf પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. જેમાં ખેડૂતોને પોતાના ખિસ્સામાંથી ખર્ચો ના કરવો પડે એટલા માટે થઈને ગુજરાત સરકારે એનિમલ ivf સહાય યોજના શરૂ કરેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતના નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

Key Highlights

યોજનાનું નામAnimal IVF Assistance Scheme
શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગપશુપાલન વિભાગ
લાભાર્થીરાજ્યના પશુપાલકો
લાભપશુઓમાં IVF માટે આર્થિક સહાય
આર્થિક લાભ20,000 રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/

ગાય કે ભેંસ માટે IVF થી ગર્ભધારણ કરવા માટે મળતી આર્થિક સહાય ની જાણકારી

યોજના અંતર્ગત મળતી સહાયનું ધોરણ નીચે દર્શાવેલા પોઈન્ટ ઉપરથી મેળવી શકો છો.

  • કેન્દ્ર સરકાર તરફથી આ યોજના અંતર્ગત 5000 રૂપિયાની સહાય કરવામાં આવશે.‌
  • ગુજરાત રાજ્ય સરકાર તરફથી એનિમલ ivf સહાય યોજના અંતર્ગત 5000 રૂપિયાની સહાય મળશે.
  • GCMMF તરફથી 5000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
  • અરજદાર જે તે જિલ્લાના હશે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પણ 5000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર થશે.
  • આ રીતે કુલ આ યોજના અંતર્ગત 20,000 રૂપિયાની આર્થિક સહાય પશુપાલકને મળશે.

Animal IVF Assistance Yojana Eligibility (પાત્રતા ના નિયમો)

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે.
  • અરજદાર પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ હોવો જરૂરી છે.
  • ગુજરાતમાં રહેતા કોઈપણ જાતિના અરજદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • અરજદાર પાસે આઈવીએફ પદ્ધતિથી ગર્ભધારણ કરેલ પશુ હોવું જરૂરી છે.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈપણ એક ખાતેદારને એનિમલ ivf યોજના નો લાભ મળવા પાત્ર થશે.

ઓનલાઇન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદાર નું રેશનકાર્ડ
  • ફોટાવાળું ઓળખ પત્ર
    • ચૂંટણી કાર્ડ
    • ડ્રાઇવિંગ લાઇસન્સ
    • કિસાન ક્રેડિટ કાર્ડ
  • સેવિંગ ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક
  • દૂધ મંડળીના મંત્રી નો દાખલો (દૂધ મંડળીના સભ્ય હોય તેના માટે)
  • આઈવીએફ થી ગર્ભ ધારણ કરાવેલું છે તેના પુરાવા માટે દૂધ સંઘનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર

Read Also: કરજ મુક્ત ભારત અભિયાન સાથે જોડાવા માટે ફોર્મ કેવી રીતે ભરવું?

પશુઓમાં ivf થી ગર્ભ ધારણ કરવા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા (Animal IVF Assistance Scheme Apply Online in Gujarati)

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. (જેની ડાયરેક્ટ લિંક આગળ આપવામાં આવેલી છે)

સ્ટેપ 2: આઇ ખેડૂત પોર્ટલના હોમ પેજ પર તમારે મુખ્ય મેનુ માંથી “યોજનાઓ” વાળા વિકલ્પ કરવાનું રહેશે.‌

સ્ટેપ 3: ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમારે “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ના વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4: ત્યારબાદ તમારી સમક્ષ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી બે યોજનાઓ દેખાશે જેમાં પહેલી યોજના આઇવીએફ થી ગર્ભ ધારણ કરવા માટેની યોજના છે જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: હવે તમારી સમક્ષ આ યોજના માટેનું પેજ ખુલી જશે જેમાં છેલ્લી લાઈનમાં “અરજી કરો” નો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

એનિમલ ivf સહાય યોજના

સ્ટેપ 6: ત્યારબાદ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અથવા “ના” ના વિકલ્પ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.‌

સ્ટેપ 7: હવે તમારી સ્ક્રીન પર Animal IVF Assistance Scheme Application Form ખુલી જશે જેમાં તમારે તમારી જરૂરી વિગતો ભરી અરજી ફોર્મ સેવ કરી લેવાનું રહેશે.

સ્ટેપ 8: ત્યારબાદ હવે તમારે અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

સ્ટેપ 9: અરજીની પ્રિન્ટ કર્યા પછી તમારે તમારા વિસ્તારના ગ્રામ સેવક અથવા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી ની કાર્યાલય પર અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ ની કોપી જમા કરાવવાની રહેશે.

આ પ્રકારે ઉપર આપેલા બધા સ્ટેપ ફોલો કરીને તમે એનિમલ ivf સહાયતા યોજના અંદર ઓનલાઈન અરજી કરી શકો છ.

Gujarat Animal IVF Scheme Last Date

જો તમે આ યોજના અંતર્ગત અરજી કરવા માંગતા હોવ તો તમે 31 જાન્યુઆરી, 2024 પહેલા ઓનલાઇન અરજી કરી શકો છો.

Important Links

For Latest UpdatesGujjuYojana.com
Official WebsiteiKhedut Portal

આ પણ વાંચો:

FAQs

એનિમલ IVF સહાય યોજના અંતર્ગત કોણ અરજી કરી શકે છે?

ગુજરાતના પશુપાલક

ગાય કે ભેંસ માટે IVF થી ગર્ભ પ્રત્યારોપણ કરવા માટે કેટલી સહાય મળે છે?

Rs 20,000

ગાય કે ભેંસ સિવાયના અન્ય પશુઓ માટે આ યોજનાનો લાભ મળી શકે છે?

હા

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now