પીએમ સૂર્યોદય યોજના 2024: જાણો પાત્રતા અને ઓનલાઇન અરજી વિશે | Pradhanmantri Suryoday Yojana Registration in Gujarati

Pradhanmantri Suryoday Yojana How to Apply 2024 | પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે | પીએમ સૂર્યોદય યોજના માં અરજી કરવાની પ્રક્રિયા | PM Suryoday Yojana Details in Gujarati | પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ | Suryoday Yojana Online Registration Form | Online Arji

Pradhan Mantri Suryoday Yojana 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કર્યા પછી તરત જ ભારત દેશના ગરીબ એવા મધ્યમ પરિવારો માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના શરૂ થયાની સાથે જ લાભાર્થી પરિવારો ને લાઈટ બિલ ભરવા માંથી મુક્તિ મળી જશે. તો શું તમે પણ પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત અરજી કરીને સોલાર રૂફટોપ પેનલ લગાવવા માંગો છો તો તમારે આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે.

એટલા માટે આ આર્ટીકલ ની અંદર તમને સૂર્યોદય યોજના વિશે તમામ જાણકારી મળી જશે. જેમકે યોજનાની પાત્રતા, યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ યોજનાથી લાભાર્થીઓને શું ફાયદો થશે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલી છે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? (Pradhanmantri Suryoday Yojana Details in Gujarati)

ભારત દેશના એક કરોડ પરિવારો સુધી સોલર પેનલ પહોંચાડવા માટે થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની ઘોષણા થયેલી છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે આવતા પરિવાર તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે અરજી પ્રક્રિયાની શરૂઆત ખૂબ જ જલ્દી કરવામાં આવશે. આ યોજનાનો લાભ લઈને ગરીબ અને મધ્યમ પરિવાર લાઈટ બિલ ભરવા માટે મુક્તિ મેળવી શકશે. PM Suryoday Yojana 2024 ના કારણે ભારત દેશ આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે આત્મ નિર્ભર બની શકશે.

પીએમ સૂર્યોદય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય

Padhan Mantri Suryoday Yojana શરૂ કરવા પાછળનો કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સોલર ઉર્જા નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. સૌપ્રથમ તો સરકાર દ્વારા 1 કરોડ પરિવારને આ યોજના અંતર્ગત મફત વીજળી પ્રદાન કરવા માટે સોલાર પેનલ તેમના ઘરની છત પર લગાવવામાં આવશે. જેના કારણે યોજનાનો લાભ લઈ રહેલા લોકોને તેમના ઘરનું લાઈટ બિલ ઘણું ખરું ઓછું થઈ જશે. જેથી ગરીબ અને મધ્યમ પરિવાર દર મહિને લાઈટ બિલ ના રૂપિયા બચાવી શકશે.

Key Points – PM Suryoday Scheme

યોજનાનું નામપ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
શરૂ કરવામાં આવીપીએમ નરેન્દ્ર મોદી દ્વારા
ક્યારે શરૂ થઈ22 જાન્યુઆરી, 2024 ના દિવસે
યોજનાનો પ્રકારકેન્દ્ર સરકારની યોજના
કોને મળશે લાભગરીબ અને મધ્યમવર્ગના લોકો ને
લાભાર્થી પરિવારો ની સંખ્યા1 કરોડ પરિવાર
અરજી કેવી રીતે કરવીઓનલાઇન અથવા ઓફલાઈન
Suryoday Yojana Official Websiteજલ્દી શરૂ કરવામાં આવશે

Pradhan Mantri Suryoday Yojana – મુખ્ય લાભ અને વિશેષતાઓ

 • Free Electricity:- પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત જે પણ પરિવારોને લાભ મળશે તે મફતમાં ઇલેક્ટ્રિસિટી મેળવી શકશે.
 • No. Of Beneficiaries:- આ યોજના અંતર્ગત દેશના એક કરોડ પરિવારને લાભ મળવા પાત્ર થશે.
 • Rooftop Solar Panel Subsidy:- પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત તમારા ઘરની છત પર લગાવવામાં આવતી સોલાર પેનલ માટે સરકાર દ્વારા મહત્તમ સબસીડી આપવામાં આવશે.
 • Relief from Paying Light Bill:- જે પણ ગરીબ અથવા મધ્યમ પરિવાર લાઈટ બિલ નથી ભરી શકતા તેમને હવે આ યોજના અંતર્ગત એક વખત સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ જવાથી લાઈટ બિલ ભરવાની ચિંતા રહેશે નહીં.
 • Solar Empowerment:- સૂર્યોદય યોજના ના કારણે ભારત દેશ આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે.
 • Application Process:- ભારત સરકાર દ્વારા આ યોજનામાં ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ જલ્દી શરૂ કરવામાં આવશે જેથી કરીને લાભાર્થી પોતાની ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકે.

PM Suryoday Yojana Eligibility (પાત્રતા)

 • અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જરૂરી છે.
 • અરજદાર ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવારમાં રહેતો હોવો જરૂરી છે.
 • અરજદાર દ્વારા આ યોજના પહેલા કેન્દ્ર સરકારની આવી યોજનાનો લાભ પહેલેથી ન લીધો હોવો જોઈએ.
 • અરજદાર દ્વારા પાછલા બધા લાઈટ બિલ ભરેલા હોવા જરૂરી છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

 • લાઈટ બિલ ની ઝેરોક્ષ
 • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 • મોબાઇલ નંબર
 • રાશન કાર્ડ ની કોપી
 • બેંક એકાઉન્ટ ની જાણકારી
 • અરજદાર નો ફોટો

Suryoday Yojana Official Website

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના દિવસે માત્ર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની ઘોષણા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત અરજદારોને સોલર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવા માટે કેટલી સબસીડી આપવામાં આવશે તેની વધુ જાણકારી ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવશે. પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવેલી નથી.

Padhan Mantri Suryoday Yojana Apply Online (અરજી કરવાની પ્રક્રિયા)

જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા આ યોજનાની અધિકારિક વેબસાઈટ શરૂ કરવામાં આવેલી નથી. જેના કારણે અમે તમને ઓનલાઇન અરજી કરવા માટેની પ્રક્રિયા જણાવી શકીએ તેમ નથી. પરંતુ જેવી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તરત જ અમે આ વેબસાઈટ પર તમને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઇન અરજી કરવાની જાણકારી આપીશું. તો સૌથી પહેલા અરજી કરવા માંગતા હોય તો તમે તમારા whatsapp ગ્રુપ સાથે જોડાઈ જજો જેથી કરીને સૌથી પહેલી અપડેટ તમને મળી શકે.

હેલ્પલાઈન નંબર

ભારત સરકાર તરફથી ખૂબ જ જલ્દી આ યોજના અંતર્ગત હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવશે જેની જાણકારી અમે તમને whatsapp ના માધ્યમથી આપશું.

Home PageGujjuYojana.com
આ પણ વાંચો:

FAQs: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની શરૂઆત ક્યારે કરવામાં આવી?

22 જાન્યુઆરી 2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે

કેટલા પરિવારોને સૂર્યોદય યોજનાનો લાભ મળવા પાત્ર થશે?

એક કરોડ પરિવાર

પીએમ સૂર્યોદય યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કોના દ્વારા સંચાલિત છે?

કેન્દ્ર સરકાર દ્વારા

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now