(Tadpatri Sahay Yojana Apply Online 2023 | તાડપત્રી સહાય યોજના 2023 | પાત્રતા | જરૂરી ડોક્યુમેન્ટ્સ | Online Arji | Eligibility Criteria | અરજી સ્ટેટસ)
iKhedut Tadpatri Sahay Yojana in Gujarati 2023-24: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર નવી નવી સરકારી યોજનાઓની જાણકારી અને તેમાં અરજી કરવા માટે સરળતા રહે તે માટે થઈને નવી નવી જાહેરાત કરવામાં આવતી હોય છે. તે જ પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે નવી સરકારી યોજના ની જાહેરાત કરેલી છે જેનું નામ તાડપત્રી સહાય યોજના છે.
જો તમે ગુજરાત રાજ્યમાં રહેતા હોય અને ખેડૂત હોય અને તાડપત્રી ખરીદતી વખતે સબસીડી મેળવવા માગતા હોય તો આ યોજના નો લાભ મેળવી શકો છો. જેથી કરીને અમે આ વેબસાઈટ પર યોજના નો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટસની સાથે સાથે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ દર્શાવેલી છે. તો આ લેખને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જરૂર વાંચજો.
Table of Contents
Tdpatri Sahay Yojana in Gujarati 2023-24
તાડપત્રી સહાય યોજના નો લાભ મેળવીને ગુજરાતના દરેક ખેડૂતો પછી તે અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂત હોય કે પછી સામાન્ય જાતિના ખેડૂતો હોય તે બધા સસ્તા ભાવે તાડપત્રી ખરીદી શકે છે. જેના માટે ગુજરાત સરકારે એમપેનલ્ડ વિક્રેતાઓની સુચી પણ બહાર પાડેલી છે જેની પાસેથી તમે તાડપત્રી ખરીદીને સબસીડી મેળવી શકો છો. Tadpatri Sahay Yojana Gujarat અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ 75% સુધીની સહાય આપવામાં આવે છે.
Highlights – તાડપત્રી સહાય યોજના
યોજનાનું નામ | Tadpatri Sahay Scheme |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
લાભ | 50% થી લઈને 75% સુધીની સહાય |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજના નો ઉદ્દેશ્ય (Objective)
આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણો પાક ખેતરમાંથી નીકળી જાય ત્યાર પછી તેને આપણે સાફ કરવો પડે છે. એવા ઘણા બધા પાક માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે અથવા તો ચોમાસા દરમિયાન આપણા પાકને પલળતો અટકાવવા માટે પણ તાડપત્રીની જરૂર ખેડૂતોને વારંવાર પડતી હોય છે. એટલા માટે ખેડૂતોને આર્થિક રીતે મદદ પહોંચાડવા માટે થઈને તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
કેવા ખેડૂતોને તાડપત્રી યોજના નો લાભ મળશે? (Eligibility)
- ગુજરાતના મૂળ નિવાસી ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળી શકશે.
- તેમની પાસે તેમના જમીનના સાત – બાર અને આઠ અ ની નકલ હોવી જરૂરી છે.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જે પણ ખેડૂત અરજદાર હોય તેમને અન્ય ખેડૂતોના સંમતિ પત્રક સાથે રાખવા જરૂરી છે.
- અરજદાર ખેડૂતે સરકાર દ્વારા જે પણ એમપેનલ્ડ વિક્રેતાઓની સુચી જાહેર કરેલી છે તેમની પાસેથી જ તાડપત્રી ખરીદવાની રહેશે.
- અરજદાર ખેડૂત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછી સામાન્ય જાતિનો હોવો જોઈએ.
- ગુજરાતના કોઈપણ નાના, સીમાંત કે મોટા ખેડૂત પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.
- અરજદાર ખેડૂતને એક વખત આ યોજનાનો લાભ લીધા પછી ત્રણ વર્ષ પછી જ આ યોજનાનો બીજી વખત લાભ લઈ શકશે.
Tadpatri Yojana Online Apply માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- અનુસૂચિત જાતિ કે પછી અનુસૂચિત જનજાતિ માટેનું સર્ટીફીકેટ
- બેંક ખાતાની પાસબુક
- 7-12 અને 8-અ ની નકલ
- જો ખેડૂત વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
તાડપત્રી યોજનામાં મળવા પાત્ર સહાયની જાણકારી
જો કોઈપણ ખેડૂત તાડપત્રી મેળવવા માગતા હોય તો તેને નીચે બતાવેલા ટેબલ મુજબ આર્થિક સહાય મળવા પાત્ર થશે.
ક્રમાંક | અરજદારની જાતિ | મળવાપાત્ર સહાય |
---|---|---|
01 | અનુસૂચિત જાતિ (AGR-4) | અનુસૂચિત જાતિના ખેડૂતોને તાડપત્રીની કુલ કિંમતના 75% અથવા રૂપિયા 1875 બંનેમાંથી જે પણ ઓછું હશે તે મળશે |
02 | અનુસૂચિત જનજાતિ (AGR-14) | અનુસૂચિત જનજાતિના ખેડૂતોને તાડપત્રીની કુલ કિંમતના 75% અથવા 1875 રૂપિયા બે માંથી જે પણ ઓછું હશે તે મળશે |
03 | અનુસૂચિત જનજાતિ (AGR-3) | અનુસૂચિત જનજાતિના ખેડૂતોને તાડપત્રીની કુલ કિંમતના 75% અથવા 1875 રૂપિયા બે માંથી જે પણ ઓછું હશે તે મળશે |
04 | જનરલ કેટેગરી (AGR-2) | સામાન્ય જાતિના ખેડૂતોને તાડપત્રીની કિંમતના 50% અથવા તો 1250 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે મળશે |
05 | NFSM (Oilseeds and Oil Palm) | આ કેટેગરીમાં આવતા ખેડૂતોને પણ તાડપત્રી ની કિંમત ના 50% અથવા 1250 રૂપિયા બંનેમાંથી ઓછી કિંમત જે હશે તે મળશે. |
Note: અરજદાર ખેડૂતે એક વાત ધ્યાનમાં રાખવી કે કોઈપણ ખેડૂતને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રીની સહાય આપવામાં આવશે.
તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા (Tadpatri Sahay Yojana Apply Online 2023-24)
કોઈપણ ખેડૂત સરકારી સહાય પર તાડપત્રી ખરીદવા માગતા હોય તો તે તેમના ગામમાં ગ્રામ પંચાયતમાં આવતા કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ અરજી કરી શકે છે. અથવા તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને પણ પોતાની રીતે ઓનલાઇન અરજી કરી શકે છે.
સ્ટેપ 1: સૌથી પહેલા અરજદાર ખેડૂતે આઇ ખેડુત પોર્ટલ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: iKhedut Portal પર ક્લિક કરીને તમે સીધા અધિકૃત વેબસાઈટના હોમ પેજ પર પહોંચી જશો.
સ્ટેપ 3: હવે હોમ પેજ પર મુખ્ય મેનુમાં “યોજનાઓ” ના વિકલ્પો પર ક્લિક કરી દેવાનું રહેશે.
સ્ટેપ 4: ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં “ખેતીવાડીની યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5: ત્યારબાદ હવે તમારી સમક્ષ જે પણ યોજનાઓ શરૂ હશે તેમનું લિસ્ટ ખુલશે જેમાં તમારે “તાડપત્રી” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6: હવે ફરી પાછું તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અથવા તો “ના” ના વિકલ્પો પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
સ્ટેપ 7: હવે તમારી સમક્ષ Tadpatri Sahay Yojana Application Form ખુલી જશે જેમાં તમારે તમારી સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે જેમકે તમારું નામ, ગામનું નામ, બેંક ખાતાની જાણકારી વગેરે.
સ્ટેપ 8: સંપૂર્ણ જાણકારી ભરાઈ ગયા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને ફરી પાછી સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાની રહેશે.
આ રીતે ઉપર બતાવ્યા પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરીને તમે આસાનીથી તાડપત્રી સહાય યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો.
Tadpatri Yojana Last Date
ગુજરાત સરકાર દ્વારા સમય સમય પર નવી નવી યોજનાઓની જાહેરાત થતી હોય છે તેવી જ રીતે તાડપત્રી યોજનાની જાહેરાતો પણ 23 નવેમ્બરના દિવસે કરેલી છે જેનો લાભ મેળવવા માટે તમે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો જેના માટેની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર, 2023 રાખવામાં આવેલી છે.
Home Page | GujjuYojana.com |
એમપેનલ્ડ વિક્રેતાઓનુ લિસ્ટ જોવા માટે | અહીંયા ક્લિક કરો |
Read Also:
FAQs: Tadpatri Yojana Gujarat
તાડપત્રી યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
22 ડિસેમ્બર, 2023
જનરલ કેટેગરીના ખેડૂતોને તાડપત્રી પર કેટલી સહાય મળવાપાત્ર થશે?
તાડપત્રીની કુલ કિંમતના 50% અથવા 1250 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તેટલી સહાય મળવા પાત્ર થશે.
આ યોજના અંતર્ગત તાડપત્રી ખેડૂતે કોની પાસેથી ખરીદવાની રહેશે?
સરકાર દ્વારા જાહેર કરાયેલ એમપેનલ્ડ વિક્રેતાઓ પાસેથી