મહિલા સન્માન બચત યોજના પ્રમાણપત્ર 2023 | Mahila Samman Bachat Patra Yojana in Gujarati Online Apply & MSSC Calculator

(Mahila Samman Bachat Patra Yojana in Gujarati Online Apply 2023 | મહિલા સન્માન બચત યોજના શું છે | પાત્રતા અને ડોક્યુમેન્ટ્સ | Mahila Samman Bachat Patra Account Open | MSSC Calculator | Official Website | Mahila Samman Bachat Yojana Interest Rate વ્યાજ દર | લાભ અને હેલ્પલાઇન નંબર)

મહિલા સમ્માન બચત પત્ર યોજના 2023: મહિલાઓને તેમના ઘર ખર્ચને પહોંચી વળવા માટે ભારત સરકાર તરફથી ઘણી બધી સરકારી યોજનાઓ પોસ્ટ ઓફિસના માધ્યમથી શરૂ કરવામાં આવેલી છે. એક ફેબ્રુઆરી, 2023 ના દિવસે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ આપવામાં આવ્યું ત્યારે તેમણે મહિલાઓ માટે મહિલા સન્માન બચત યોજના શરૂ કરવા માટેની ઘોષણા કરી હતી. Mahila Samman Saving Certificate (MSSC) અંતર્ગત મહિલાઓને FD (Fixed Deposit) કરતા વધુ વ્યાજ આપવામાં આવશે.

જો તમે પણ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતા વધારે વ્યાજ મેળવવા માગતા હોય તો તમે મહિલા સન્માન બચત પત્ર યોજના અંતર્ગત ખાતું ખોલાવીને વધારે વ્યાજ મેળવી શકો છો. તેના માટેની સંપૂર્ણ જાણકારી આ લેખમાં આપવામાં આવેલી છે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Table of Contents

મહિલા સન્માન બચત યોજના શું છે? (Mahila Samman Bachat Patra Yojana in Gujarati 2023)

મહિલા સન્માન બચત યોજના 2023 અંતર્ગત ભારતમાં રહેતી કોઈપણ મહિલા જો ફિક્સ ડિપોઝિટ કરતા વધુ વ્યાજ મેળવવા માગતી હોય તો તે Mahila Samman Bachat Patra Account ખોલાવીને આ યોજના અંતર્ગત વધુ વ્યાજ દર નો લાભ મેળવી શકે છે. આ યોજના નો ઉપયોગ કરીને કોઈપણ મહિલા વધુમાં વધુ બે લાખ રૂપિયા ઉપર વધુ વ્યાજ દર મેળવી શકે છે. આ યોજના અંતર્ગત મહિલાઓને એટલું વ્યાજ આપવામાં આવશે કે જેનો ઉપયોગ કરીને તે ઘરના બીજા કોઈ વ્યક્તિ પર નિર્ભર ના રહે. તેમના માટે જરૂરી ઘર ખર્ચ તે આ યોજનાનો લાભ મેળવીને આસાનીથી ઘરે બેઠા કમાઈ શકે.

મહિલા સમ્માન બચત પત્ર યોજના વ્યાજ દર (Interest Rate)

જો કોઈપણ મહિલા આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતી હોય તો તે જ્યારથી આ યોજના અંતર્ગત એકાઉન્ટ ખોલશે ત્યારથી લઈને બે વર્ષ સુધી તેમને પોસ્ટ ઓફિસના માધ્યમથી 7.50 ટકા નું વ્યાજ દર આપવામાં આવશે. જો કોઈપણ મહિલા આ યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે તો તે 7.5% ના દરે 30 હજાર રૂપિયા કમાઈ શકે છે.

Key Highlights – MSSC – Mahila Samman Saving Certificate 2023

યોજનાનું નામમહિલા સમ્માન બચત યોજના (MSSC)
શરૂ કરવામાં આવીનાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા
ક્યારે શરૂ કરવામાં આવી1 એપ્રિલ, 2023
હેતુમહિલાઓને ફિક્સ ડિપોઝિટ કરતા વધુ વ્યાજ દર આપવું
લાભાર્થીભારત દેશની બધી જ મહિલાઓ
MSSC Interest Rate7.5% (Fix)
અરજી કરવાની પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://www.ippbonline.com/
ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

Mahila Samman Bachat Yojana નો ઉદ્દેશ્ય (Objective)

ભારત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સહાય આપવા માટે ઘણી બધી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે એવી જ રીતે પોસ્ટ ઓફિસ તેમ જ પ્રાઇવેટ બેંકોના માધ્યમથી મહિલાઓને સૌથી વધુ વ્યાજ દર મળી રહે તેવા ઉદ્દેશ્યથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરવામાં આવેલી છે.

Mahila Samman Bachat Patra Account ખોલાવવા માટે બેંકનું લીસ્ટ

જો તમે આ યોજનાનો લાભ ઉઠાવીને મહિલા સન્માન બચત યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માગતા હોય તો તમે નીચે આપેલી બેંકમાં જ આ યોજનાનો લાભ મેળવી શકશો.‌

 • HDFC Bank
 • ICICI Bank
 • IDBI Bank
 • Axis Bank
 • Post Office

Note: મહિલા સન્માન બચત યોજના નો લાભ તમે ઉપર દર્શાવેલી ચાર બેંક સિવાય ભારતમાં હાલમાં મોજુદ 1,59,000 પોસ્ટ ઓફિસ માંથી કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજના અંતર્ગત ખાતું ખોલાવીને લાભ મેળવી શકો છો.

PM Vishwakarma Yojana અંતર્ગત અરજી કરીને તમે પણ 3 લાખની લોન નજીવા વ્યાજ પર લઈ શકો છો.

Mahila Samman Bachat Patra Yojana Calculator in Gujarati

નીચે આપેલા ટેબલ પરથી તમે એ જાણી શકશો કે તમે આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાનું રોકાણ કરશો તો તમને કેટલું વ્યાજ દર મળશે. સાદી ભાષામાં કહીએ તો તમે કેટલા રૂપિયાનું રોકાણ કરશો તો તમને એમાંથી ઘરે બેઠા બેઠા કેટલું વળતર મળી રહેશે.

ક્રમજમાં રાશિ (રૂપિયા)વ્યાજ દર (%)મેળવેલ વ્યાજ રાશિ (રૂપિયા)કુલ રાશિ (રૂપિયા)
0110,0007.5%150011,500
0250,0007.5%750057,500
031,00,0007.5%15,0001,15,000
041,50,0007.5%22,5001,72,500
052,00,0007.5%30,0002,30,000

Note: મહિલા સન્માન બચત યોજના નો લાભ જ્યારથી તમે ખાતું ખોલાવશો ત્યારથી લઈને આગામી બે વર્ષ સુધી મળવા પાત્ર થશે એટલે કે ઉપર દર્શાવેલ ટેબલમાં જેટલી પણ રાશિ તમે આ યોજના અંતર્ગત ખાતામાં જમા કરો છો તેની સામે તમે કેટલું વ્યાજ મેળવો છો તે રાશિ બે વર્ષ માટે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ના લાભ અને વિશેષતાઓ (Benefits)

 • મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના થકી ભારત દેશની મહિલાઓ ઘરે બેઠા બેઠા ઊંચું વ્યાજ દર મેળવી શકે છે.
 • ભારતની કોઇપણ મહિલા કે પછી યુવતી આ યોજના અંતર્ગત પૈસાનું રોકાણ કરી શકે છે.
 • આ યોજના અંતર્ગત અરજદાર વધુમાં વધુ બે લાખ રૂપિયા નો રોકાણ કરીને ઊંચું વ્યાજ મેળવી શકે છે.
 • Mahila Samman Bachat Patra Yojana (MSSC – Mahila Samman Saving Certificate) અંતર્ગત મહિલાઓને 7.5% ના દરે વ્યાજ આપવામા આવે છે.
 • મહિલાઓને આ યોજના હેઠળ જ્યારથી તે પૈસાનું રોકાણ કરે છે ત્યારથી 2 વર્ષ સુધી ઊંચું વ્યાજ મળતું રહે છે.
 • Mahila Samman Bachat Patra Yojana અંતર્ગત જે પણ વ્યાજ અરજદારને 2 વર્ષ સુધીમાં મળશે તેના પર TDS એટલે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થશે નહિ.

Mahila Samman Bachat Patra Yojana Eligibility (પાત્રતા)

 • આ યોજનાનો લાભ માત્ર ભારતના મૂળ નાગરિકોને જ મળવાપાત્ર થશે.
 • ભારતની કોઈ પણ જાતિ કે પછી કોઈ પણ વર્ષની માત્ર મહિલાઓ જ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર થશે.
 • આ યોજના અંતર્ગત ઉપર દર્શાવેલી પ્રાઇવેટ બેંક અને કોઈ પણ પોસ્ટ ઓફિસ અંતર્ગત જ એકાઉન્ટ ખોલી શકાય છે.
 • અરજદાર વધુમાં વધુ તેના નામ પર 2 લાખ રૂપિયાનું રોકાણ આ યોજના હેઠળ કરી શકે છે.
 • અરજદારે એક વખત MSSC Account ખોલાવ્યા પછી અમુક કારણોસર જ તેને બંધ કરવામાં આવશે. જેની વધુ જાણકારી નીચે આપેલી છે.

કર્જ મુક્ત ભારત અભિયાન સાથે જોડાઈને કોઈ પણ વ્યક્તિ તેમના પર થઈ ગયેલા કરજમાંથી મુક્તિ લઈ શકે છે.

Mahila Samman Bachat Patra Account Close કરવા માટેના નિયમો

 • નિયમ 1: જે પણ વ્યક્તિના નામે મહિલા સન્માન બચત ખાતું ખોલવામાં આવેલું છે જો તે અવસાન પામે તો તેવી પરિસ્થિતિમાં તેના વારસદાર આ ખાતું બંધ કરાવી શકે છે. જો આ પરિસ્થિતિમાં ખાતું બંધ કરાવવામાં આવે તો જે સમયે ખાતું ખોલાવ્યું હશે ત્યારથી લઈને બંધ કરવા ના સમય પર જેટલું પણ વ્યાજ ભેગું થયેલું હશે તે બધું જ વારસદારને આપવામાં આવશે.
 • નિયમ 2: અરજદાર અથવા તેમના કુટુંબના કોઈપણ વ્યક્તિને જીવલેણ બીમારી થઈ હશે અને જો તે પરિવાર આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યું છે તેવી પરિસ્થિતિમાં પણ આ ખાતું બંધ કરાવી શકાય છે. આ સમયે પણ અરજદારને તેમના ખાતામાં જેટલું પણ વ્યાજ ભેગું થયું હશે તે સહિત મૂળ રકમ પરત કરવામાં આવશે.
 • નિયમ 3: આ બંને સિવાય જો તમારી પાસે કોઈ પુખતા સબૂત ન હોય અને તમે Mahila Samman Bachat Patra Account Close કરાવવા માંગતા હોય તો તમારા ખાતામાં જેટલું પણ વ્યાજ એકઠું થયેલું હશે તેમાંથી 2% વ્યાજ પેનલ્ટીના રૂપે કાપી લેવામાં આવશે એટલે કે તમને આ યોજના અંતર્ગત માત્ર 5.5% નુ વ્યાજ મળશે.

Required Documents

 • અરજદાર નું આધારકાર્ડ
 • બેંક ખાતાની પાસબુક
 • રેશનકાર્ડ
 • મોબાઈલ નંબર
 • PAN Card

મહિલા સમ્માન બચત યોજના ખાતું ખોલાવવા ની પ્રક્રિયા (Mahila Samman Bachat Patra Yojana Apply in Gujarati)

Step 1: MSSC Account ખોલાવવા માટે તમારે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ કે પછી ઉપર બતાવવામાં આવેલી કોઈ પણ એક બેંક માં જવાનું રહેશે.

Step 2: ત્યારબાદ તમારે મહિલા સન્માન બચત યોજના માટેનું અરજી ફોર્મ (Application Form) જે તે બેંક કે પછી પોસ્ટ ઓફિસ ના કર્મચારી પાસેથી લેવાનું રહેશે.

Step 3: હવે તમારે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી બધી જાણકારી આપી દેવાની રહેશે. જેમકે તમારું પૂરું નામ, એડ્રેસ, બેંક ની વિગત વગેરે.

Step 4: ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ ની નકલ અરજી ફોર્મ સાથે જોડી દેવાની રહેશે.

Step 5: સૌથી છેલ્લે તમારે આ અરજી તે જ બેંક કે પછી પોસ્ટ ઓફિસમાં પરત કરવાની રહેશે.

આ રીતે તમે Mahila Samman Bachat Yojana Apply કરી શકો છો.

Mahila Samman Bachat Patra Scheme Last Date

જો કોઈપણ મહિલા આ યોજના અંતર્ગત તેમનું ખાતું ખોલાવીને વધુ વ્યાજ દર મેળવવા માંગતી હોય તો તે 31 માર્ચ, 2025 પહેલા કોઈપણ પોસ્ટ ઓફિસ કે પછી સરકાર દ્વારા નિર્ધારિત કરેલ બેંકમાં જઈને ઉપર દર્શાવેલા સ્ટેપ્સને ફોલો કરીને આસાનીથી તેમનું ખાતું ખોલાવી શકે છે.

હેલ્પલાઇન નંબર

અહીંયા અમે તમને India Post Payment Bank નો નંબર આપીએ છીએ. જેના પર તમે કોઈ પણ આ યોજના હેઠળ મુશ્કેલી સમયે contact કરી શકો છો.

Helpline No:- 155299 અથવા 1800 8899 860

હોમ પેજઅહિયાં ક્લિક કરો
IPPB Official Websiteઅહિયાં ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs: Mahila Samman Bachat Yojana in Gujarati

પ્રશ્ન: મહિલા સન્માન બચત યોજના હેઠળ કેટલું વ્યાજ મળવાપાત્ર થશે?

જવાબ: 7.5%

પ્રશ્ન: Mahila Samman Bachat Yojana અંતર્ગત વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકાય છે?

જવાબ: 2 લાખ રૂપિયા

પ્રશ્ન: Mahila Samman Bachat Patra Yojana Last Date?

જવાબ: 31 માર્ચ, 2025

પ્રશ્ન: મહિલા સન્માન બચત યોજના અંતર્ગત મેળવેલ વ્યાજ પર TDS કપાશે કે નહિ?

જવાબ: નહીં

પ્રશ્ન: મહિલા સન્માન બચત પત્ર યોજનાની સત્તાવાર રીતે ક્યારે શરૂ કરવામાં આવી હતી

જવાબ: 1 એપ્રિલ 2023 ના દિવસે

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now