(Karz Mukt Bharat Abhiyan Apply Online form in Gujarati 2023 | કર્જ મુક્ત ભારત અભિયાન શું છે | Karj Mukt Bharat Abhiyan Form Certificate | દેવા મુક્ત ભારત અભિયાન | પાત્રતા | લાભ અને વિશેષતાઓ | Official Website | Helpline Number | How to Join Karz Mukt Bharat Abhiyan Online Registration Link @ https://www.karzmuktbharat.co.in/)
Karz Mukt Bharat Abhiyan in Gujarati 2023: કર્જ મુક્ત ભારત અભિયાન નું નામ સાંભળતા જ આપણને સમજાઈ જાય છે કે આ અભિયાન આપણા પર થયેલા દેવા માંથી મુક્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. બિલકુલ આ અભિયાન અંતર્ગત જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ બેંક પાસેથી કોઈપણ પ્રાઇવેટ જગ્યાએથી લોન લીધેલી હોય અને તે લોન ભરવામાં હવે તે અસમર્થ હોય તો તેવા વ્યક્તિઓ માટે આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. ભલે તે પછી લોન પોતાના દીકરા કે દીકરીના લગ્ન સમયે લીધી હોય કે પછી કોઈપણ ખેડૂતે લોન લીધેલી હોય.
આજે આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને Karz Mukt Bharat Abhiyan 2023 વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં આપીશું જેથી કરીને જો કોઈ પણ વ્યક્તિ દેવામાં ફસાઈ ગયેલ હોય અથવા તો તમારા ધ્યાનમાં કોઈ પણ એવા વ્યક્તિ હોય તો તેને તમે આ આર્ટીકલ શેર કરીને પણ કર્જમાંથી મુક્ત કરવાની રાહ બતાવી શકો છો.
Table of Contents
કર્જ મુક્ત ભારત અભિયાન શું છે? (Karz Mukt Bharat Abhiyan in Gujarati 2023)
કર્જ મુક્ત ભારત અભિયાન એ એક એવું અભિયાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો કોઈ પણ નાનો માણસ સરકારની ખરાબ નીતિઓના કારણે દેવામાં ફસાઈ ગયેલ હોય તો તેમનું કરજ માફ કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવેલું છે. જેમકે નોટ બંધી થઈ ત્યારે ઘણા લોકોએ તેમાંથી બહાર નીકળવા માટે સરકારી એક કોઈપણ જગ્યાએથી લોન લીધેલી હોય અને હવે તે ચૂકવવામાં અસમર્થ હોય કે પછી કોઈ ખેડૂતે સાચા અર્થમાં તેના પાકની નુકસાની પાછળ કોઈ વ્યક્તિ પાસેથી કે પછી સંસ્થા પાસેથી લોન લીધેલી હોય અને તે ચૂકવવામાં અસમર્થ હોય અને તેમને ધમકી ભર્યા ફોન કે પછી તેના માણસો તેની ઘરે ધમકાવવા માટે થઈને આવતા હોય તો તેવા લોકો આ અભિયાન સાથે જોડાઈ શકે છે.
Karz Mukt Bharat Abhiyan એ Shahnawaz Chaudhary દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. જે સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવેલી છે. જે લોકો કર્જ માંથી બહાર નીકળવા માંગતા હોય કે પછી તેનું કર્જ માફ કરાવવા માંગતા હોય તે Karz Mukt Bharat Abhiyan Form ભરીને આ પહેલ સાથે જોડાઈ શકે છે. જેની સંપૂર્ણ જાણકારી માટે આ લેખ આગળ વાંચો.
Key Highlights – Karj Mukt Bharat Abhiyan
અભિયાનનું નામ | કરજ મુક્ત ભારત અભિયાન |
શરૂ કરવામાં આવ્યું | શાહનવાઝ ચૌધરી દ્વારા |
ચાલુ વર્ષ | 2023 |
હેતુ | દેવામાં ફસાયેલ લોકોને કર્જ માંથી મુક્ત કરાવવા |
લાભાર્થી | ભારતના નાગરિક |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન/ઓફલાઈન |
Official Website | https://www.karzmuktbharat.co.in/ |
ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
Karz Mukt Bharat Abhiyan ની મુખ્ય 3 શરતો (Demands)
કર્જ મુક્ત ભારત અભિયાન જેના દ્વારા ચલાવવામાં આવે છે તેને સરકાર સામે પોતાની ત્રણ માંગ રાખેલી છે જે નીચે મુજબ છે.
- સૌથી પહેલી માંગ એ છે કે જે કોઈપણ વ્યક્તિ નોટ બંધીના સમયે, જીએસટી લાગુ થયાના સમયે કે પછી લોકડાઉન ના સમયે દેવામાં ફસાઈ ગયેલ હોય તો તેવા વ્યક્તિઓનું વધુમાં વધુ એક કરોડ સુધીનું દેવું સરકાર દ્વારા માફ કરવામાં આવે.
- Karz Mukt Bharat Abhiyan ની બીજી શરત એ છે કે જો સરકાર એક કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં અસમર્થ છે તો દેવામાં ફસાયેલ વ્યક્તિને ઓછામાં ઓછો બે વર્ષનો સમય આપવામાં આવે જેથી કરીને તે પોતાનું દેવું ભરી શકે અને આ સમય દરમિયાન લોનમાં ફસાયેલ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો હપ્તો (Loan Installment) દેશે નહીં.
- જે કોઈપણ વ્યક્તિએ પ્રાઇવેટ સંસ્થા કે પછી ઓનલાઈન લોન એપ્લિકેશન કે જે થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવે છે તેની પાસેથી લોન લીધેલી હોય અને તેણે લોનની પૂરેપૂરી રકમ જમા કરાવેલી હોય તેમ છતાં થર્ડ પાર્ટી દ્વારા જો વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હોય તો તેવી એપ્લિકેશનને બંધ કરી દેવામાં આવે. અને જો જે તે વ્યક્તિએ લોનની સંપૂર્ણ રકમ ભર્યા ઉપરની જો રકમ ભરેલી હોય તો તે તેમને પરત આપવામાં આવે.
ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને ખેતર ફરતે સોલાર ઝાટકા મશીન લગાવવા માટે Solar Fencing Yojana દ્વારા 15,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.
કેવા વ્યક્તિઓને કરજ મુક્ત ભારત અભિયાનનો લાભ મળશે?
- કોઈપણ ખેડૂત કે જેણે તેમની પ્રાથમિક સુવિધાઓ માટે લોન લીધેલી હોય.
- કોઈપણ માતા પિતા કે જેમણે તેમના સંતાનોના વિવાહ માટે લોન લીધેલી હોય.
- કોઈ વ્યક્તિ કે જેણે નોકરી મૂક્યા પછી લોન લીધેલી હોય અને હવે તે લોન ના પૈસા પરત કરવામાં અસમર્થ હોય.
- એ સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ કે જેમણે હોમ લોન લીધેલી હોય, ગાડી માટેની લોન લીધેલી હોય કે પછી ધંધા માટેની લોન લીધેલી હોય તેવા વ્યક્તિ.
Karz Mukt Bharat Abhiyan સાથે જોડાવા માટે પાત્રતા ના નિયમો (Eligibility)
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- જે વ્યક્તઓ પ્રાઇવેટ બેંક, સરકારી બેંક કે પછી ઓનલાઇન લોન એપ્લિકેશન માંથી લોન લઈને પરત ન કરી શકતા હોય તેવા વ્યક્તિ આ અભિયાનમાં જોડાવા માટે પાત્ર થશે.
- જો તમે લોન લીધેલી હોય અને તેની ભરપાઈ કરવા માટે કોઈ તમને ધમકી ભર્યા ફોન કરતા હોય તો તેવા વ્યક્તિ પણ આ અભિયાનમાં જોડાઈ શકે છે.
- તે સિવાય ઉપર જણાવ્યા પ્રમાણે નોટબંધી, જીએસટી સમયે કે પછી કોરોના સમયે જે લોકડાઉન કરવામાં આવેલું તે સમયે કર્જ માં ફસાયેલા લોકો પાત્ર થશે.
ભારત સરકાર દ્વારા 18 વર્ગના લોકો માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરેલી છે. જેના અંતર્ગત 3 લાખ સુધીની લોન માત્ર 5% ના દરે આપવામાં આવે છે. જેમાં તમે પણ અરજી કરી શકો છો.
Karz Mukt Bharat Abhiyan Online Form ભરવા માટે જરૂરી વિગતો
- કેટલું દેવું છે તેની જાણકારી
- આધાકાર્ડ
- મોબાઈલ નંબર
- લોન વિશેની માહિતી
- હાલમાં શું કામ કરે છે તેની જાણકારી
કર્જ મુક્ત ભારત અભિયાન માં ફોર્મ ભરવાની પ્રક્રિયા (Karz Mukt Bharat Abhiyan Online Form Apply)
Step 1: સૌથી પહેલા તમારે Official Website પર જવાનું રહેશે. (https://www.karzmuktbharat.co.in/)
Step 2: ઉપર આપેલી લિંક પર ક્લિક કરવાથી તમે અધિકૃત વેબસાઈટ ના હોમ પેજ પર પહોંચી જશો.
Step 3: હવે વેબસાઈટ પર નીચે જશો એટલે “निशुल्क कर्ज मुक्त भारत अभियान की मुहिम से जुड़ने के लिए फॉर्म” દેખાશે.
Step 4: આ ફોર્મમાં તમારે તમારું નામ, ઇમેઇલ, વોટ્સએપ નંબર, રાજ્યનું નામ, વગેરે જેવી બધી જાણકારી ભરવાની રહેશે.
Step 5: બધી જાણકારી ભરાઈ જાઈ પછી છેલ્લે “आवेदन जमा करें” ના વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે.
આ રીતે તમે Karz Mukt Bharat Abhiyan Online Form ભરી શકો છો.
Note: આ અભિયાન સાથે જોડાઈ ગયા પછી સૌથી પહેલા તમને દેવા માંથી મુક્ત થવા માટે જરૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે.
કરજ મુક્ત અભિયાન Helpline Number
જો તમારે આ અભિયાન વિશે વધુ જરૂરી જાણકારી મેળવી હોય તો તમે નીચે આપેલા કોન્ટેક નંબર પર ફોન કરી શકો છો.
હેલ્પલાઇન નંબર:- 7678615938, 9910074871
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
Karz Mukt Bharat Abhiyan Online Form Link | અહીંયા ક્લિક કરો |
જો તમે એક ખેડૂત છો અને 15000 નો ફોન માત્ર 9000 માં ખરીદવા માંગો છો તો તમે Khedut Mobile Sahay Yojana નો લાભ ઉઠાવી શકો છો.
FAQs: Karz Mukt Bharat Abhiyan 2023
પ્રશ્ન: કર્જ મુક્ત ભારત અભિયાનથી કેટલા રૂપિયાનું દેવું માફ થઈ શકે છે?
જવાબ: 1 કરોડ રૂપિયા સુધીનું
પ્રશ્ન: કરજ મુક્ત અભિયાન સાથે જોડાવા માટે કેટલા રૂપિયા ભરવા પડશે?
જવાબ: એક પણ નહિ
પ્રશ્ન: શું કોઈ પણ દેવાદાર આ અભિયાન સાથે જોડાઈ શકે છે?
જવાબ: હા, વધુ માહિતી માટે આ લેખ જુઓ
પ્રશ્ન: Karz Mukt Bharat Abhiyan Contact number?
જવાબ: 99100 74871