અપાર આઇડી કાર્ડ: વન નેશન વન આઇડી હેઠળ બનાવવામાં આવેલ APAAR Card શું છે? | Apaar id Registration in Gujarati 2023 (How to Apply Online)

(APAAR id Registration Online in Gujarati 2023 | અપાર આઇડી કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા | How to Apply | અપાર કાર્ડ ના ફાયદા | Official Website | APAAR Id Card કેવી રીતે બનાવવું | હેતુ | What is Apaar id Card in Gujarati | One Nation One ID)

APAAR Card Registration Online 2023: ભારત સરકાર વિદ્યાર્થીઓના હિત માટે ઘણી બધી સરકારી યોજના અથવા તો સ્કોલરશીપ યોજના શરૂ કરતી હોય છે. એવી જ રીતે દેશના તમામ વિદ્યાર્થી કે જે કોઈપણ સ્કૂલ કે પછી કોલેજમાં અભ્યાસ કરતા હોય તેમની સુવિધા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેનું નામ વન નેશન વન આઈડી (One Nation One ID) છે. જેના અંતર્ગત બધા જ વિદ્યાર્થીઓનું અપાર આઈડી કાર્ડ બનાવવામાં આવશે જેની અંદર વિદ્યાર્થીની બધી જ જાણકારી નો સમાવેશ પણ કરવામાં આવશે.

APAAR ID Card ની મદદથી કોઈપણ વિદ્યાર્થી ની સંપૂર્ણ જાણકારી જેમ કે તેની શૈક્ષણિક યોગ્યતા, ખેલકૂદ પ્રવૃત્તિઓ કે પછી કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ માં ભાગ લીધેલો હોય એટલે કે અભ્યાસ દરમિયાન કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લીધેલો હોય તેની સંપૂર્ણ જાણકારી માત્ર એક અપાર આઈડી અંતર્ગત સ્ટોર થઈ શકશે. તો આવો આજે આ આર્ટીકલ ના માધ્યમથી અપાર આઈડી કાર્ડ શું છે?, તેના ફાયદા કયા કયા છે? અને અપાર આઇડી કાર્ડ કેવી રીતે બનાવવું? તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

અપાર આઇડી શું છે? (What is Apaar id Card in Gujarati)

અપાર આઈડી કાર્ડ એ એક આધાર કાર્ડની જેમ જ બધા જ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ આઈડી કાર્ડ હશે. જેવી રીતે આધાર કાર્ડ માં પણ 12 અંકોનો એક વિશિષ્ટ નંબર આપવામાં આવે છે તેવી જ રીતે Apaar Card માં પણ 12 અંકોનો વિશિષ્ટ નંબર ભારતમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને મળશે. ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું અપાર આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલું છે પરંતુ તેમની મુખ્ય શરત એ પણ છે કે કોઈપણ વિદ્યાર્થીઓનું અપાર આઈડી કાર્ડ ત્યારે જ બનશે જ્યારે તેમના માતા પિતાની મંજૂરી હશે. આજની તારીખે ભારતમાં લગભગ 30 કરોડ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી એક કરોડથી વધારે વિદ્યાર્થીઓનું Apaar id Registration થઈ ગયેલું છે.

વન નેશન વન આઈડી અંતર્ગત કોઈપણ બાળક જ્યારે પહેલા ધોરણમાં આવશે ત્યારથી જ તેમનું અપાર કાર્ડ બનાવવામાં આવશે ત્યાર પછી જો તે બાળક સરકારી સ્કૂલમાં ભણતું હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં હોય તે બધાનું કાર્ડ બનાવવામાં આવશે. Apaar id નું ફૂલ ફોર્મ Automated Permanent Academic Account Registry છે.

Key Points – APAAR Card 2023

આર્ટિકલ નો વિષયApaar id Card Registration
યોજનાનું નામOne Nation One ID
શરૂ કરવામાં આવીભારત સરકાર દ્વારા
લાભાર્થીદેશ ના બધા વિદ્યાર્થી
અપાર આઇડી ફુલ ફોર્મઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી
How to ApplyOnline/Offline
Official Websitehttps://www.abc.gov.in/
ટેલીગ્રામ ચેનલ પર જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

Apaar id Card નો મુખ્ય હેતુ (Objective)

ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે. આવા વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલ જોઈન કરાવવા માટે એટલે કે આવા વિદ્યાર્થીઓ માટે નવી નવી સરકારી યોજના શરૂ કરવા માટે જરૂરી જાણકારી અપાર આઈપી કાર્ડના માધ્યમથી સરકારને ખૂબ જ સરળતાથી મળી રહેશે. વન નેશન વન આઈડી અંતર્ગત કોમન આઈડી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે બધા જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિઓ એક જ જગ્યાએ સ્ટોર રહે. જેનાથી વિદ્યાર્થીઓને આવનારા સમયમાં કોઈ પણ નોકરી માટે અપ્લાય કરવામાં પણ સરળતા રહેશે.

APAAR ID ના ફાયદા (Benefits)

 • જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી એક શાળા છોડીને બીજી શાળામાં પ્રવેશ કરશે ત્યારે શાળા સંચાલક ને માત્ર અપાર આઈડી નંબર આપવાથી તે વિદ્યાર્થીની સંપૂર્ણ જાણકારી આસાનીથી મેળવી શકશે.
 • APAAR ID Card અંતર્ગત વિદ્યાર્થીની શૈક્ષણિક યાત્રાનો સંપૂર્ણ ડેટા એકત્રિત થયેલો હશે.
 • આ કાર્ડ અંતર્ગત જો કોઈપણ વિદ્યાર્થીએ સ્કૂલ કે કોલેજ દરમિયાન ઈતર પ્રવૃત્તિમાં ભાગ લીધેલો હશે તો તેમના પ્રમાણપત્ર સહિતની બધી જ જાણકારી પણ કાર્ડમાં ઉપલબ્ધ હશે.
 • APAAR ID ની મદદથી ભારત સરકાર વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરીને તેમને લાભદાયક નીવડે તે પ્રકારની સરકારી યોજના અને શિષ્યવૃત્તિની જાહેરાત કરી શકશે.
 • જો કોઈપણ વિદ્યાર્થી એક શાળા છોડીને દેશના કોઈ પણ ખૂણે આવેલી શાળામાં એડમિશન લેવા માગશે તો તે માત્ર અપાર આઈડી નંબર આપીને એડમિશન લઈ શકશે.
 • તે સિવાય આ આઇડી કાર્ડના માધ્યમથી વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન તેમજ નોકરી મેળવવા માટે પણ સરળતા રહેશે.
 • વિદ્યાર્થીઓ અપાર આઈડી કાર્ડ નો ઉપયોગ શાળા સિવાય બસ એ ટ્રેન કન્સેસનમાં પણ ઉપયોગ કરી શકશે.
 • જો તમે કોઈપણ ડીગ્રી કોર્સ પૂરો કરશો કે પછી કોઈપણ ધોરણ પૂરું થશે તેની બધી જ માહિતી APAAR Card માં upload કરવામાં આવશે.

APAAR ID Registration Eligibility (પાત્રતા)

 • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • માત્ર વિદ્યાર્થી જ Apaar id બનાવવા માટે પાત્ર હશે.
 • કોઈ પણ પ્રાઇવેટ, સરકારી કે અર્ધ સરકારી સ્કૂલ અથવા કૉલેજ ના વિદ્યાર્થી અપાર કાર્ડ બનાવી શકશે.

Required Documents

 • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
 • ફોટોગ્રાફ
 • માતા પિતા અથવા વિદ્યાર્થીનો મોબાઈલ નંબર
 • પાછલા વર્ષની માર્કશીટ વગેરે

Apaar id Card Registration Offline

જો તમે તમારું અપાર આઈડી કાર્ડ બનાવવા માગતા હોય તો તેમના માટે તમારું આધાર કાર્ડ બનેલું હોવું જરૂરી છે. જેનો ઉપયોગ કરીને જ અપાર આઈડી કાર્ડ બનાવવામાં આવશે. ઓફલાઈન કાર્ડ બનાવવા માટે તમને તમારી સ્કૂલ તરફથી જાણકારી આપવામાં આવશે અને માતા પિતાની મંજૂરી લીધા પછી જ કોઈપણ વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવવામાં આવશે. એટલે કે જ્યાં સુધી તમારી સ્કૂલ તરફથી કોઈપણ માહિતી આપવામાં આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.

APAAR ID Registration Online in Gujarati

જો તમે Apaar id Card માટે Online Registration કરાવવા માંગો છો. તો અમે તમને જણાવી દઈએ કે ભારત સરકાર તરફથી કોઈપણ પ્રકારની ઓફિસિયલ વેબસાઈટ કે જેમાં તમે Apaar id Online Apply કરી શકો તેવી વેબસાઈટ હજુ સુધી શરૂ કરેલી નથી. પરંતુ જ્યારે પણ સરકાર તરફથી કોઈપણ નવી જાણકારી અપડેટ કરવામાં આવશે ત્યારે અમે તરત જ આ વેબસાઈટ થકી સૌથી પહેલા નવીન અપડેટ પ્રદાન કરીશું.

હોમ પેજઅહીંયા ક્લિક કરો
Academic Bank of Credit Websiteઅહીંયા ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs: One Nation One ID

Full Form of APAAR Id?

Automated Permanent Academic Account Registry

અપાર આઇડી કાર્ડ કોણ બનાવી શકશે?

ભારત માં રહેતા બધા જ વિદ્યાર્થી

અપાર આઇડી બનાવવા માટે કેટલી ફી આપવાની રહેશે?

અપાર કાર્ડ બિલકુલ ફ્રી બનાવવામાં આવશે.

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now