(Gujarat CM Relief Fund Receipt Online | મુખ્યમંત્રી રાહત ફંડ યોજના 2023 | Mukhyamantri Rahat Fund Gujarat Form Pdf | 80G Details | Chief Minister Relief Fund Portal | Hospital List | Official Website | Helpline Number | Documents)
Gujarat CM Relief Fund 2023: ગુજરાત સરકાર તરફથી રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓની મદદથી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે જેથી કરીને ગરીબ વર્ગના લોકો ઉપર આર્થિક બોજ ના રહે. આવી જ રીતે ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત ફંડ યોજના પણ શરૂ કરેલી છે જેની અંતર્ગત ગંભીર બીમારી જેવી કેન્સર અને કિડની ને લગતી બીમારીઓ માટે ઓપરેશન ખર્ચ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે.
તો શું તમે પણ Gujarat Chief Minister Relief Fund 2023 નો લાભ લેવા માંગો છો તો આ લેખ પરથી તમને આ યોજનાને લગતી સંપૂર્ણ પ્રકારની માહિતી મળશે જેથી કરીને તમે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ પ્રાપ્ત કરીને સરકારી સહાય મેળવી શકો.
Table of Contents
મુખ્યમંત્રી રાહત ફંડ 2023 | Gujarat CM Relief Fund Details in Gujarati
ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત ફંડ ની શરૂઆત ઘણા સમય પહેલા કરી દેવામાં આવેલી હતી પરંતુ ઓક્ટોબર 2023 મહિનામાં ગુજરાત સરકાર તરફથી Mukhyamantri Rahat Fund Portal શરૂ કરવામાં આવેલું છે. જેથી કરીને રાજ્યમાં જે કોઈ ગરીબ અથવા મધ્યમ પરિવારના વ્યક્તિ જીવલેણ રોગથી પીડાતા હોય તો તેવા લોકો Chief Minister Relief Fund Application form પ્રાપ્ત કરીને આ યોજના અંતર્ગત બિલકુલ ફ્રીમાં તેમનું ઓપરેશન કરાવી શકે છે. તેના માટે ગુજરાત સરકારે ઘણી બધી હોસ્પિટલોને આ યોજના અંતર્ગત કવર કરવામાં આવેલી છે જેનું લિસ્ટ પણ આ લેખમાં આગળ આપવામાં આવેલું છે.
Chief Minister Relief Fund નો ઉદ્દેશ્ય (Objective)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ચીફ મિનિસ્ટર રાહત ફંડ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યમાં જે પણ લોકો ગરીબ અથવા મધ્યમ પરિવાર માંથી આવે છે અને જે જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે તેવા લોકોના ઓપરેશન ખર્ચ માટે આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. તેના માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Mukhyamantri Rahat Fund માંથી તેમને આર્થિક સહાયતા આપવામાં આવશે.
Key Points – CM Relief Fund
યોજનાનું નામ | મુખ્યમંત્રી રાહત ફંડ યોજના |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
ઉદ્દેશ્ય | આર્થિક સહાયતા પૂરી પાડવી |
લાભાર્થી | ગુજરાતના નાગરિક |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
અધિકૃત વેબસાઈટ | https://rahat.gujarat.gov.in/ |
ટેલીગ્રામ ચેનલ | અહીયા ક્લિક કરો |
Gujarat CM Relief Fund હેઠળ સારવાર માટે રોગનું લીસ્ટ
આ યોજના અંતર્ગત નીચે આપેલા રોગ માટે અરજદારોને આર્થિક સહાયતા પ્રાપ્ત થશે.
- હૃદયરોગ
- કેન્સર
- કિડની
- લીવર
- થેલેસેમિયા
Gujarat CM Relief Fund Hospital List
ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત ફંડ અંતર્ગત જે પણ લોકો ગુજરાત સરકારની આર્થિક સહાય ના માધ્યમથી ઓપરેશન કરાવવા માંગે છે તેમને ગુજરાત સરકાર તરફથી નક્કી કરેલ હોસ્પિટલમાં જ સારવાર મેળવવાની હોય છે જેનું લિસ્ટ નીચે આપેલુ છે.
જો તમે પણ ભારત સરકાર પાસેથી સૌથી ઓછા દરે 3 લાખ સુધીની લોન મેળવવા માંગતા હોય તો તમે પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ મેળવી શકો છો.
હૃદયના ઓપરેશન માટે હોસ્પિટલ નું લિસ્ટ
- શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસ બ્રિજ, અમદાવાદ
- શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ, સુરત
- યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ
- ધરમસિંહ દેસાઈ મેમોરિયલ મેથોડીસ્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડિયાદ
- ઇ એમ ચેરીટેબલ સંચાલિત પી પી સવાણી હાર્ટ ઇન્સ્ટિટયૂટ, પ્લોટ નંબર 1 થી 8, સિદ્ધ કુટીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ચોથો માળ, સિધ્ધપુર મંદિર ની બાજુમાં, વરાછા ફાયર બ્રિગેડ ની સામે, વરાછા રોડ, સુરત
કિડની ટ્રાન્સફર માટે હોસ્પિટલ નું લિસ્ટ
- ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ
- મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ, ડોક્ટર વિરેન્દ્ર દેસાઈ રોડ, નડિયાદ
કેન્સરની સારવાર માટે હોસ્પિટલ નું લિસ્ટ
- ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ
- રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ, તિરૂપતિ નગર, નિર્મલા કોન્વેન્ટ ની સામે, રાજકોટ
CM Relief Fund માટે પાત્રતા ના નિયમો
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે.
- અરજદાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવી જરૂરી છે.
- અરજદાર અરજી કરતી વખતે તેમનું ઓપરેશન બાકી હોવું જરૂરી છે એટલે કે ઓપરેશન કરાવ્યા પછી મુખ્યમંત્રી રાહત ફંડ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર નથી.
- અરજદારે કોઈ પણ પ્રકારના હેલ્થ વીમા હેઠળ રોગના ઓપરેશન ખર્ચ માટે વિમાની રકમ મેળવેલી ન હોવી જોઈએ.
- અરજદાર કે તેમના કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરી કે પછી વ્યવસાય કે પછી પેન્શન ના ભાગરૂપે સરકારી લાભ મેળવતા ન હોવા જોઈએ.
- અરજદાર તેમની જિંદગીમાં એક જ વખત મુખ્યમંત્રી રાહત ફંડ નો ઉપયોગ કરી શકે છે જો અગાઉ તેણે આ ફંડ માંથી ઓપરેશન કરાવેલું હોય તો તે બીજી વખત ઓપરેશન કરાવવા માટે પાત્ર ગણાશે નહીં.
જે લોકો કર્જ માં ફસાય ગયેલ હોય તેવા લોકો માટે Karz Mukt Bharat Abhiyan શરૂ કરવામાં આવેલું છે. જેમાં જોડાઈને તમે 1 કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કરી શકો છો.
CM Relief Fund Gujarat Required Documents
- લેખિત અરજી
- કેસ પેપર
- હોસ્પિટલ કે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ખર્ચનો અંદાજ
- ડોક્ટરનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ ની નકલ
- આવકનો દાખલો
- સોગંદનામુ
- ભલામણ પત્ર
Note: આ બધા ડોક્યુમેન્ટસની વધુ જાણકારી આ આર્ટિકલમાં આગળ જે પીડીએફ આપવામાં આવેલી છે તેમાં મળી જશે.
Gujarat CM Relief Fund 80G Details
જે કોઈપણ વ્યક્તિ ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવા માંગે છે તે લોકો જેટલી પણ રકમ CMRF (Chief Minister Relief Fund) માં દાન કરશે તે બધી કિંમત income tax ની કલમ 80G અંતર્ગત ટેક્સ માફીની ગણતરી માં આવશે. અરજદાર જેટલી પણ રકમ આ ફંડમાં દાનમાં આપશે તે બધી જ એટલે કે 100% રકમ પર ટેક્સ બાદ મળશે.
Gujarat CM Relief Fund Receipt Online કેવી રીતે મેળવવી?
જો ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ CMRF અંતર્ગત સહાય આપવા માંગે છે તેવા વ્યક્તિઓને ગુજરાત સરકાર તરફથી સહાય આપ્યા પશ્ચાત CM Relief Fund Receipt આપવામા આવે છે. તે રીસીપ્ટ કેવી રીતે મેળવવી તેની જાણકારી નીચે આપેલી છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે CMRF ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો એટલે Official Website ના હોમ પેજ પર પહોંચી જશો.
સ્ટેપ 3: ત્યારબાદ તમારે Online Donation to CMRF ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને CAPTCHA Code ભરીને OTP Verify કરી લેવાનો રહેશે.
સ્ટેપ 5: ત્યારબાદ તમારે જે પણ રકમ ડોનેશન માં આપવાની હોય તેનું Online Payment કરી દેવાનું રહેશે.
સ્ટેપ 6: ડોનેશન થઈ ગયા બાદ તમે CMRF Receipt મેળવી શકશો.
આ રીતે તમે આસાનીથી Gujarat CM Relief Fund Receipt Online મેળવી શકો છો.
Mukhyamantri Rahat Fund Gujarat માં અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે ઉપર દર્શાવેલ બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના રહેશે.
સ્ટેપ 2: જેમાંથી સોગંદનામા ની pdf લીંક નીચે આપવામાં આવેલી છે. જે તમારે મેળવી લેવાની રહેશે.
સ્ટેપ 3: આ રીતે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા થઈ ગયા પછી તમારે અરજી મુખ્યમંત્રી કચેરીએ જમાં કરાવવાની રહેશે.
Gujarat CM Relief Fund Address
Address: Block No 11, 8th Floor, New Sachivalay, Gandhinagar – 382010.
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
Chief Minister Relief Fund Application Form Pdf | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ:
FAQs: CMRF – CM Relief Fund Gujarat
પ્રશ્ન: Mukhyamantri Rahat Fund Gujarat અંતર્ગત કયા કયા રોગોની સારવાર માટે સહાય આપવામા આવે છે?
જવાબ: હૃદય રોગ, કેન્સર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર વગેરે
પ્રશ્ન: ગુજરાત સીએમ રિલીફ ફંડ અંતર્ગત કેવા લોકોની સારવાર માટે આર્થિક સહાય આપવામાં આવે છે?
જવાબ: ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે
પ્રશ્ન: CM Relief Fund અંતર્ગત કોણ ડોનેશન કરી શકે છે?
જવાબ: કોઈ પણ સ્થાનીય વ્યક્તિ, સંસ્થા કે પછી NRI