મેરા યુવા ભારત પોર્ટલ 2023 | My Bharat Portal Registration Online Form @mybharat.gov.in

(My Bharat Portal Registration Online in Gujarati 2023 | મેરા યુવા ભારત પોર્ટલ શું છે | Mera Yuva Bharat Portal Registration | Mera Bharat Portal પર રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા | લાભ અને વિશેષતાઓ | Login My Bharat Portal @ mybharat.gov.in | Helpline Number)

Mera Yuva Bharat (My Bharat) Portal 2023: ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ના જણાવ્યા મુજબ ભારતમાં 15 થી 29 વર્ષ ના યુવાઓની સંખ્યા લગભગ 40 કરોડ જેટલી છે. જો આ યુવાઓને સરકાર તરફથી સપોર્ટ આપવામાં આવે તો તે ખૂબ જ સહેલાઈથી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની શક્તિ ધરાવે છે. એ સિવાય ભારતના યુવાઓમાં લીડરશીપ ના ગુણ વિકસે તે માટે થઈને એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેનું નામ મેરા યુવા ભારત પોર્ટલ છે.

Online Registration @ mybharat.gov.in કરીને ભારત દેશના બધા જ યુવાઓ સરકાર તરફથી સહયોગ મેળવી શકે છે. જેથી કરીને આવનારા વર્ષોમાં ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરી આવે. આજે આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને My Bharat Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ જાણકારી આપીશું.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

My Bharat Portal 2023 (mybharat.gov.in)

કેન્દ્ર સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીના દિવસે મેરા યુવા ભારત પોર્ટલ એટલે કે My Bharat Portal લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય મકસદ ભારતના યુવાઓ ની અંદર લીડરશીપનો ગુણ વિકસાવવાનો છે. જેના થકી આજના સમયના યુવાઓ આવતા સમયમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત દેશનો વિકાસ કરી શકશે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને ભારતના યુવાઓ રાષ્ટ્રને તો લાભ પહોંચાડશે એની સાથે સાથે તેમનો પોતાનો વિકાસ પણ કરી શકશે.

મેરા યુવા ભારત પોર્ટલ શું છે? (What is My Bharat Portal in Gujarati)

મેરા યુવા ભારત પોર્ટલ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે જેના પર ભારતના બધા જ રાજ્યોના યુવાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. આ પોર્ટલ પર ભારત સરકાર દ્વારા વિકસિત ભારતને ધ્યાનમાં લઈને યુવાનો સશક્તિકરણ કરવામાં આવશે. એટલે કે યુવાઓને ટેકનોલોજી પર આધારિત ફ્રેમ વર્ક આપવામાં આવશે જેનો ઉપયોગ કરીને દેશના યુવા લોકો પોતાના વિકાસની સાથે સાથે દેશનો વિકાસ પણ સુનિશ્ચિત કરી શકે.

આ પણ વાંચો: જો તમે રમત રમીને કરોડો રૂપિયાના ઈનામ જીતવા માંગતા હોવ તો તમે Khel Mahakumbh 2.0 પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો છો.

Key Points – Mera Yuva Bharat Portal 2023

પોર્ટલનું નામMy Bharat Portal or Mera Yuva Bharat Portal
શરૂ કરવામાં આવ્યુંભારત સરકાર દ્વારા
ક્યારે શરૂ થયું31 ઓક્ટોબર, 2023 ના દિવસે
કોને લાભ મળશેદેશના યુવાઓને
રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://www.mybharat.gov.in/

My Bharat Portal Registration Age Limit (Eligibility)

ભારત સરકાર દ્વારા મેરા ભારત પોર્ટલ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાક પાત્રતા ના નિયમો બનાવેલા છે તેમાં જો અમે તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તો ભારતના મૂળ નિવાસી નાગરિક જ આ પોર્ટલ પર તેમનું રજીસ્ટ્રેશન નોંધાવી શકે છે. તેમાં પણ આપણે નામ પરથી આપણે જાણી શકીએ છીએ કે માત્ર યુવાઓ જ આ પોર્ટલ નો ઉપયોગ કરી શકે છે જેમની ઉંમર 15 વર્ષથી લઈને 29 વર્ષ સુધી હોવી જોઈએ.

Mera Yuva Bharat Portal Benefits in Gujarati

  • મેરા ભારત પોર્ટલ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે યુવાઓ માટે એક કોમન પ્લેટફોર્મ બની રહે.
  • ભારત સરકાર આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને દેશના યુવાઓ તેમનો કૌશલ વિકાસ કરી શકશે.
  • એટલે કે જે પણ યુવાઓ અત્યારે જે કંઈ પણ કામ કરી રહ્યા છે તેમાં ટેકનોલોજી નો ઉપયોગ કરીને એ કામને કેવી રીતે સરળ અને વધુ લોકો માટે ઉપયોગી બને તે માટેના ફ્રેમ વર્ક ની જાણકારી આપવામાં આવશે.
  • ભારત સરકારનું એવું માનવું છે કે જો 15 થી 29 વર્ષની વચ્ચે આવતા આ યુવાનો કે જેમની સંખ્યા 40 કરોડ જેટલી છે જો તેમનો વિકાસ થશે તો ભારત પણ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી શકશે.
  • My Bharat Portal થકી યુવાઓને રાષ્ટ્રીય સ્પર્ધા તેમજ સરકારના અલગ અલગ કાર્યક્રમોની જાણકારી પણ સહેલાઈથી મળી શકશે.
  • ભારત સરકાર એવું ઈચ્છે છે કે જો ભારત દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો બધા જ યુવાઓનો સંગમ પ્રયાસ જ આ સ્વપ્ન પૂરું કરી શકે છે જેને લઈને આ પોર્ટલને વિકસિત કરવામાં આવેલું છે.
  • આ પોર્ટલ ભારતના યુવાઓનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં મદદરૂપ થઈ શકશે.

આ પણ વાંચો: જો તમે કોઈ સરકારી કે પ્રાઇવેટ બૅન્ક અથવા સંસ્થા કે પછી ઓનલાઇન લોન એપ્લિકેશન પરથી લોન લીધી હિય અને હવે તમને કોઈ ધમકી આપતું હોય તો તમે કરજ મુક્ત ભારત અભિયાન સાથે જોડાઈ શકો છો.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી માહિતી (Documents)

  • મોબાઈલ નંબર
  • Email ID
  • Birth Date

My Bharat Portal Registration Online in Gujarati

Step 1: સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે પછી લેપટોપ પર Mera Yuva Bharat (My Bharat) Portal ઓપન કરવાનું રહેશે. જેની ડાયરેક્ટ લીંક આગળ આપવામાં આવશે.

Step 2: Official Website પર જશો એટલે તમારી સ્ક્રીન પર હોમ પેજ ખુલી જશે.

Step 3: જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે.

Step 4: સ્ક્રોલ કરતાંની સાથે જ તમને Register Now નો વિકલ્પ દેખાશે. તે વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે.

Step 5: ત્યાર પછી તમારી સ્ક્રીન પર My Bharat Portal Registration Online Form ખુલી જશે.

Step 6: જેમાં તમારે Mobile Number અથવા Email ID જેમના દ્વારા તમે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 7: હવે તમારી સ્ક્રીન પર ફરી પાછું એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી, જન્મ તારીખ વગેરે જાણકારી ભરવાની રહેશે.

Step 8: ત્યાર બાદ તમારા મોબાઈલ કે ઈમેલ પર આવેલો OTP Verify કરવાનો રહેશે.

Step 9: Verify કર્યા પછી તમારે Submit ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ સ્ટેપ્સ ફોલો કરીને તમે મેરા યુવા ભારત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો.

My Bharat Portal Login @ mybharat.gov.in

Step 1: સૌ પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. (https://www.mybharat.gov.in/)

Step 2: હવે મુખ્ય મેનુ માં Login ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 3: હવે તમારે તમારો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી ભરીને OTP Verify કરવાનો રહેશે.

Step 4: ત્યાર બાદ Login ના વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે.

Mera Bharat Portal Helpline Number

જો તમે My Bharat Portal વિશે વધુ જાણકારી અથવા રજિસ્ટ્રેશન વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો.

Helpline No:- 18002122729

હોમ પેજઅહીંયા ક્લિક કરો
My Bharat Websiteઅહીંયા ક્લિક કરો

Also Read: જો તમે કોઈ પણ સ્કૂલ કે કોલેજ માં અભ્યાસ કરતાં હોય તો હવે ભારત સરકાર મુજબ તમારું અપાર આઇડી બનાવવામાં આવશે. અહિયાથી તમે Apaar id Registration વિશે સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં મેળવી શકો છો.

FAQs: મેરા યુવા ભારત (My Bharat) પોર્ટલ

My Bharat Portal ક્યારે શરૂ કરવામાં આવ્યું?

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ 31 ઓક્ટોબર, 2023 ના દિવસે

My Bharat Portal પર કોણ રજિસ્ટ્રેશન કરી શકે છે?

ભારત દેશના બધા જ યુવા કે જેમની ઉંમર 15 થી 29 વર્ષની વચ્ચે છે.

Mera Yuva Bharat Portal ના ફાયદા શું છે?

યુવાઓ ભારત સરકારની મદદથી વિકસિત ભારત બનાવી શકશે.

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now