ખેલ મહાકુંભ 2023 ઓનલાઇન રજિસ્ટ્રેશન | Khel Mahakumbh 2.0 Online Registration in Gujarati, form, last date

(Khel Mahakumbh 2.0 Online Registration Form Pdf | ખેલ મહાકુંભ 2.0 રજિસ્ટ્રેશન ગુજરાત | Khel Mahakumbh 2023 Registration Online Form Pdf | Khel Mahakumbh List of Games | પાત્રતા | ખેલ મહાકુંભ 2023 માં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા | last date| form pdf | 45 કરોડ રૂપિયાના ઈનામ | Official website)

Khel Mahakumbh 2.0 Registration Online 2023: મિત્રો ગુજરાત સરકાર તરફથી વર્ષ 2010 થી દર વર્ષે ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ખેલ મહાકુંભ ની અંદર રમતવીરોની સંખ્યા ગુજરાતમાંથી વધતી જાય છે. ગુજરાત સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યમાં સ્પોર્ટ્સ નું એક અલગ વાતાવરણ ઊભું થાય. એટલા માટે દર વર્ષે આયોજન થઈ રહેલા ખેલ મહાકુંભનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવેલું છે જેના માટે ઓનલાઇન ખેલ મહાકુંભ 2.0 પોર્ટલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલું છે.

આ આર્ટિકલ ના માધ્યમથી તમે ખૂબ જ સરળતાથી ખેલ મહાકુંભ 2.0 ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવી શકશો. એટલું જ નહીં પરંતુ તેની સાથે સાથે ખેલ મહાકુંભમાં જોડાવા માટેની પાત્રતા, આયુ મર્યાદા, Khel Mahakumbh 2.0 Registration Link તેમજ વિજેતાઓને આપવામાં આવતા ઈનામોની જાણકારી મેળવી શકશો.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Table of Contents

ગુજરાત ખેલ મહાકુંભ 2023 | Khel Mahakumbh 2.0 Registration in Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 23 સપ્ટેમ્બર ના દિવસે ખેલ મહાકુંભ ઓનલાઈન ની શરૂઆત કરવામાં આવેલી છે. દર વર્ષે લગભગ 35 જેટલી રમતોનું આયોજન ખેલ મહાકુંભમાં કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે Khel Mahakumbh 2.0 અંતર્ગત ચાર નવી રમતો જોડવામાં આવેલી છે. ખેલ મહાકુંભ પોર્ટલ લોન્ચ કરતી વખતે હર્ષ સંઘવી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે કે દર વર્ષે વધુને વધુ યુવાઓ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે. Gujarat Khel Mahakumbh 2.0 માં ભાગ લેવા માટે યુવાઓએ Khel Mahakumbh 2023 Online Registration કરાવવું ફરજિયાત છે.

આ ખેલ મહાકુંભ ની અંદર ગુજરાતના બધા તાલુકા જિલ્લા નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રમાં પણ આયોજન કરવામાં આવશે. જેની અંદર નાના બાળકોથી લઈને મહિલાઓ પુરુષો તેમજ વરિષ્ઠ નાગરિકો પણ વિવિધ પ્રકારની રમતો નો લાભ ઉઠાવી શકશે. તો ચાલો જાણીએ ખેલ મહાકુંભ ની હાઈલાઈટ વિશે.

Highlights – Khel Mahakumbh 2023 Gujarat

ઇવેન્ટ નું નામખેલ મહાકુંભ
શરૂ કરવામાં આવ્યુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
ક્યારે શરૂ થયું23 સપ્ટેમ્બર, 2023 ના દિવસે
વિભાગરમત ગમત, યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગ
રાજ્યગુજરાત
ઉદ્દેશ્યરાજ્યમાં રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે
લાભાર્થીગુજરાત ના નાગરિક
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://khelmahakumbh.gujarat.gov.in/

ગુજરાત ખેલ મહાકુંભ નો ઉદ્દેશ્ય (Objective)

જ્યારે ખેલ મહાકુંભ નું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ છોડીને વધુને વધુ સ્પોર્ટ્સ પ્રત્યે આકર્ષિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે પણ રમતવીર ખેલ મહાકુંભમાં મેડલ જીતશે તેના માટે સરકાર તરફથી ગુજરાત સ્પોર્ટ્સ લીગનું આયોજન પણ કરવામાં આવશે જેથી કરીને ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરી શકે.

વિજેતાઓને મળશે 45 કરોડ સુધીના ઇનામો

પાછલા ઘણા વર્ષો કરતા આ વર્ષે ખેલ મહાકુંભમાં જે પણ રમતવીર વિજેતા થશે તેમને આપવામાં આવતા ઈનામોમાં પણ ઘણો બધો વધારો કરવામાં આવેલો છે. આ વર્ષે ખેલ મહાકુંભ ના વિજેતાઓને કુલ 45 કરોડ રૂપિયા સુધીના ઇનામો ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અને તેની ખાસ વિશેષતા એ છે કે કોઈપણ મેડલ વિજેતા રમતવીરને આપવામાં આવતું ઇનામ રોકડ રૂપિયાની જગ્યાએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ની મદદથી સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Khel Mahakumbh 2.0 Game List

ક્રમરમતનું નામક્રમરમતનું નામ
01આર્ચરી21રોલબોલ
02અર્તિસ્ટિક સ્કેટિંગ22રગ્બી ફૂટબોલ
03એથલેટિક્સ23શૂટિંગ
04બેડમિન્ટન24શૂટિંગ બોલ
05બાસ્કેટબોલ25સ્કેટિંગ
06બોક્સિંગ26સોફ્ટ ટેનિસ
07ચેસ27સ્પોર્ટ ક્લાઈમિંગ
08સાયકલિંગ28સ્વિમિંગ
09ઘોડે સવારી29ટેબલ ટેનિસ
10ફેન્સીગ30રસ્સા ખેંચ
11ફૂટબોલ31વોલીબોલ
12જીમ્નાસ્ટિક32વેઇટ લિફ્ટિંગ
13હેન્ડબોલ33કુસ્તી
14હોકી34યોગાસન
15જુડો35ટેકવેન્ડોસ
16કબડ્ડી36સેપક ટકરાવ
17કરાટે બાજી37બીચ વોલીબોલ
18ખો-ખો38બીચ હેન્ડબોલ
19લોન ટેનિસ
20મલખમ્બ

Khel Mahakumbh 2023 Online Registration માટે પાત્રતા

  • ખેલ મહાકુંભમાં ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાતના નાગરિક હોવું જરૂરી છે.
  • જો આવેદક Under 9, Under 11, Under 14 કે પછી Under 17 હોય તો તેમને તેમની સ્કૂલ માં જ રજિસ્ટ્રેશન કરવાનું રહશે.
  • 31 ડિસેમ્બર 2006 પહેલા જન્મેલા કોઈપણ ગુજરાતના વ્યક્તિ Khel Mahakumbh 2.0 Registration કરવા માટે પાત્ર થશે.
  • જો 2023 પહેલા ખેલ મહાકુંભમાં અરજી કરેલી હોય અને આ વર્ષે બીજી રમતમાં ભાગ લેવા માંગતા હોય તો તેમને અગાઉની રજીસ્ટ્રેશન આઈડી થી જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • વધુમાં વધુ 45 વર્ષના નાગરિકો ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન (KMK Registration) કરાવી શકશે.

ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન ફોર્મ માટે જરૂરી જાણકારી

  • રમતવીર નું નામ
  • પિતાનું નામ
  • જન્મ તારીખ
  • એડ્રેસ
  • રમતનું નામ
  • મોબાઈલ નંબર
  • જાતિ
  • પેટા રમતનું નામ
  • વજન
  • ઇમેઇલ આઇડી
  • ઊંચાઈ

Khel Mahakumbh 2.0 Online Registration in Gujarati (ખેલ મહાકુંભ 2023 ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા)

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે Khel Mahakumbh Official website પર જવાનું રહેશે.

સ્ટેપ 2: ઉપર આપેલી લિંક પર ક્લિક કરવાથી ખેલ મહાકુંભ ની ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર પહોંચી જશો.

સ્ટેપ 3: હોમ પેજ પર તમને “ખેલ મહાકુંભ ક્વિક લિંક્સ” નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4: હવે તમને નીચે બતાવ્યા પ્રમાણે જે વિકલ્પ લાગુ પડતો હોય તેમના પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલી જશે જે Khel Mahakumbh 2.0 Registration Form હશે.

સ્ટેપ 6: ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન ફોર્મ માં તમારે જરૂરી બધી જાણકારી જેમ કે તમારું નામ, પિતાનું નામ, રમત અને પેટા રમતનું નામ વગેરે એન્ટર કરવાનું રહશે.

સ્ટેપ 7: સૌથી છેલ્લે તમારે CAPTCHA Code ભરવાનો રહેશે.

સ્ટેપ 8: ત્યાર પછી “સબમિટ” માં વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.

નોટ: ત્યારપછી તમારે તમારી બૅન્ક ડિટેલ્સ આપી દેવાની રહેશે.

આ રીતે ઉપરના સ્ટેપ્સ ફોલો કરીને તમે Khel Mahakumbh 2023 Registration કરી શકશો.

Khel Mahakumbh 2.0 Registration Form pdf

પ્રિય રમતવીરો જો તમે ગુજરાત ખેલ મહાકુંભ 2023 ની અંદર ઓફલાઈન અરજી કરવા માગતા હોય તો તે પ્રકારની સુવિધા ગુજરાત સરકાર તરફથી શરૂ કરવામાં આવી નથી. જેથી કરીને અમે પણ આ વેબસાઈટ ની અંદર Khel Mahakumbh 2023 Registration Form Pdf link આપી શકતા નથી.

Khel Mahakumbh 2.0 Registration Last Date

જો તમે ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે તમારે 18 ઓક્ટોબર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેમકે ત્યાર પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે કોઈપણ રમતવીર ની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Khel Mahakumbh Helpline Number

જો તમે ખેલ મહાકુંભ 2023 વિશે વધુ જાણકારી મેળવવા માગતા હોય અથવા તો રજીસ્ટ્રેશન કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો.

  • હેલ્પલાઇન નંબર:- 1800-274-6151 (સવારે 10:30 થી સાંજ 06:10 સુધી)
હોમ પેજઅહીંયા ક્લિક કરો
Khel Mahakumbh Official Websiteઅહીંયા ક્લિક કરો
શાળા/કોલેજ ના રજિસ્ટ્રેશન માટેનું ફોરમઅહિયાં ક્લિક કરો

FAQs: Khel Mahakumbh 2.0 Registration Gujarat

પ્રશ્ન: ખેલ મહાકુંભ 2013 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ઉત્તર: ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરવા માટેની સંપૂર્ણ પ્રકારની જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે.

પ્રશ્ન: ગુજરાત ખેલ મહાકુંભમાં કુલ કેટલી રકમના ઇનામ આપવામાં આવશે?

ઉત્તર: 45 કરોડ સુધીના ઇનામ આપવામાં આવશે.

પ્રશ્ન: ખેલ મહાકુંભમાં કુલ કેટલી રમતો રાખવામાં આવેલી છે?

ઉત્તર: આ વર્ષે એટલે કે વર્ષ 2023 માં કુલ 39 પ્રકારની રમતો રાખવામાં આવેલી છે.

પ્રશ્ન: વિજેતા ને કેટલા દિવસમાં ઇનામની રકમ ચૂકવવામાં આવશે?

ઉત્તર: વિજેતા ઘોષિત થયાને બે દિવસની અંદર ઇનામની રકમ આપવામાં આવશે.

પ્રશ્ન: ખેલ મહાકુંભ 2023 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ કઈ છે?

ઉત્તર: 18 ઓક્ટોબર, 2023

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now