[Rs 6000] ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023 in Gujarati Online Registration/Apply

Khedut Mobile Sahay Yojana 2023 Online Registration in Gujarati | ખેડૂત સહાય યોજના 6000 | ખેડૂત મોબાઈલ સહાય યોજના ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા | Khedut Mobile Sahay Yojana Apply Online | પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ | i Khedut Mobile Subsidy | Gujarat Farmer Free Smartphone Scheme 2023 | Last Date | List 2023

Khedut Mobile Sahay Yojana 2023 Registration: ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને આજના ટેકનોલોજી જમાનાની સાથે ખેતીમાં જરૂરી જાણકારી મેળવવા માટે આ નવી યોજના ની અંદર આઇ ખેડૂત પોર્ટલ પર Online Arji કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજના સમય પ્રમાણે દરેક ખેડૂત મિત્રો પાસે ટચ સ્ક્રીન મોબાઈલ હોવો જરૂરી છે કેમકે આજે ગુજરાતના ખેડૂતો સોશિયલ મીડિયા પરથી જેમ કે youtube પરથી તેમણે વાવેલા પાકની વધુને વધુ જાણકારી મેળવી શકે છે.‌ તેની સાથે સાથે રોગ નિયંત્રણ માટે પણ જરૂરી સલાહ ગુજરાતનો ખેડૂત ઓનલાઈન માધ્યમથી લેતો થયો છે.

એટલા માટે ગુજરાત સરકારનું એવું માનવું છે કે દરેક ખેડૂત મિત્રો પાસે એક ટચ સ્ક્રીન મોબાઈલ હોવો જરૂરી છે જેના માટે થઈને ખેડૂત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આજે આર્ટીકલ ના માધ્યમથી આ યોજનાની પાત્રતા તેમજ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ કયા કયા જોશે તેની સાથે સાથે Khedut Mobile Sahay Yojana 2023 Online Registration કરવાની પણ સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવશું.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ખેડૂત મોબાઈલ સહાય યોજના 6000 | Khedut Mobile Sahay Yojana 2023 in Gujarati

ખેડૂત મિત્રો ગુજરાત સરકાર તરફથી ikhedut Portal પર ગુજરાતના ખેડૂતોને મોબાઇલ સહાય આપવા માટે ચાલુ કરવામાં આવેલી Gujarat Farmer Free Smartphone Scheme માટે Online Registration પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઇલ કિંમતના 40% અથવા તો વધુમાં વધુ 6000 રૂપિયા ની આર્થિક સહાય મોબાઈલ ખરીદી પર આપવામાં આવે છે. ખેડૂત મોબાઈલ સહાય યોજના શરૂ કરવા પાછળ ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને હવામાન સમાચાર ની સાથે સાથે પાકને લગતી જરૂરી જાણકારી ઓનલાઇન થી મળી રહે તે માટેનો છે.‌

Quick Look – i Khedut Mobile Subsidy

યોજનાનું નામKhedut Mobile Sahay Yojana
શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગકૃષિ, કિસાન કલ્યાણ વિભાગ
લાભાર્થીગુજરાતના ખેડૂતો
આર્થિક સહાય40% અથવા 6000 રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/
ટેલીગ્રામ ચેનલ માં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

ખેડૂત મોબાઈલ સહાય યોજના નો ઉદ્દેશ્ય (Objective)

ખેડૂત મિત્રો આજના સમય ઘણી બધી એવી મોબાઇલ એપ્લિકેશન આવે છે કે જેમાં તમે તમારા પાક નો ફોટો મોકલીને તેમાં કઈ જંતુનાશક દવા કે ફૂગ નાશક દવા વાપરી શકાય તેની જાણકારી તમે ઓનલાઇન મેળવી શકો છો. એની સાથે સાથે જો તમે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય તો તમારે તે પણ જાણવું જરૂરી છે કે આજનું હવામાન કેવું રહેશે. આવી બધી માહિતી ની જાણકારી માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જરૂરી છે એટલા માટે ગુજરાત સરકારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે Khedut Mobile Sahay Yojana શરૂ કરેલી છે.

Khedut Mobile Sahay Yojana ના મુખ્ય લાભ અને વિશેષતાઓ

  • ગુજરાત સરકાર ખેડૂત મોબાઈલ સહાય યોજના ના માધ્યમથી ખેડૂતોને મોબાઇલ ખરીદી પર 40% અથવા તો ₹6,000 બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય કરશે.‌
  • ઉદાહરણ તરીકે તમે 8000 રૂપિયાનો મોબાઈલ લીધો તો તેના 40% એટલે કે 3200 તમને સહાય મળશે.
  • એ જ રીતે જો તમે 20000 રૂપિયાનો ફોન લીધો તો તમને તેના 40% એટલે કે 8000 રૂપિયા થાય પરંતુ વધુમાં વધુ 6000 રૂપિયા ની સહાય મળશે એટલે કે 20000 રૂપિયાના સ્માર્ટફોન પર તમને 6000 રૂપિયા ની સહાય મળશે.
  • Khedut Mobile Sahay Yojana 2023 ના કારણે ખેડૂત આજના નવા ટેકનોલોજી ના જમાના સાથે તાલ મેળવી શકશે.
  • આ યોજનાના લીધે અંત માં ખેડૂતોની આવક માં પણ વધારો જોવા મળશે. કેમ કે તે તેમના પાકોની સુરક્ષા માટે સૌથી ઝડપથી સોલ્યુશન મેળવી શકશે.

Khedut Mobile Subsidy Yojana માટે પાત્રતા (Eligibility)

  • Farmer Free Smartphone Yojana નો લાભ માત્ર ગુજરાતના ખેડૂતોને જ મળવાપાત્ર થશે.
  • ખેડૂત નાનો, મોટો કે સીમાંત કોઈ પણ હોય તેને ખેડૂત મોબાઈલ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત પાસે ખેતી યોગ્ય જમીન હોવી જરૂરી છે.
  • કોઈ પણ ખેડૂત ખાતેદાર ને આ યોજના હેઠળ એક જ વખત લાભ મળવાપાત્ર થશે.
  • સયુંકત ખાતેદાર ના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતને આ યોજના નો લાભ મળશે.
  • આ યોજના હેઠળ ખેડૂત મોબાઈલ ની ખરીદી ઓનલાઇન કે પછી offline પણ કરી શકે છે.

Khedut Mobile Sahay Yojana 2023 Apply Online માટે જરૂરી Documents

  • આવેદક ખેડૂત ની આધાર કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કેન્સલ ચેક
  • 8-અ ની ઝેરોક્ષ
  • મોબાઈલ નું પાકું બિલ (જીએસટી વાળું)
  • મોબાઈલ નંબર

Khedut Mobile Sahay Yojana 2023 Online Registration (ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા)

જો તમે ikhedut Portal પર જઈને Khedut Mobile Sahay Yojana Apply Online કરવા માંગતા હોઈ તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે iKhedut Portal ની Official Website પર જવાનું રહેશે.

સ્ટેપ 2: ઉપર આપેલી લિંક પર ક્લિક કરીને તમે સીધા iKhedut પોર્ટલ પર પહોંચી શકશો.

સ્ટેપ 3: હવે હોમ પેજ પર તમારે મુખ્ય મેનુમાંથી “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4: ત્યારબાદ તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: ત્યારબાદ તમને બધી યોજનાઓનું લીસ્ટ દેખાશે જેમાંથી તમારે બીજા નંબરની યોજના “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” વિકલ્પ સામે “અરજી કરો” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6: હવે એક નવું પેજ ખુલશે જેમાં જો તમે iKhedut Portal પર રજિસ્ટર હોય તો “હા” અને જો રજિસ્ટર ના હોય તો “ના” પર ક્લિક કરીને આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે.

Note: જો તમે register હોય તો આઇડી, પાસવર્ડ નાખીને Login કરીને પણ અરજી કરી શકાય. જો રજિસ્ટર નો કરેલું હોય તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 7: હવે તમારી સ્ક્રીન પર Khedut Mobile Sahay Yojana Application form ખુલી જશે. જેમાં તમારે જરૂરી જાણકારી જેમ કે તમારું નામ, તાલુકો, જીલો, ગામનું નામ, પિન કોડ, જાતિ, ખેડૂતનો પ્રકાર, મોબાઈલ નંબર અને બેંકની જાણકારી ભરવાની રહેશે.

સ્ટેપ 8: બધી જાણકારી ભરાઈ ગયા પછી “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 9: ત્યારબાદ અરજી confirm કરીને અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.

સ્ટેપ 10: અરજીની પ્રિન્ટ ને ફરીથી અપલોડ કરીને જરૂરી Documents અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 11: ત્યારબાદ છેલ્લે Submit બટન પર ક્લિક કરીને Khedut Mobile Sahay Yojana Online Registration કરી શકો છો.

Khedut Mobile Sahay Yojana Status Check કરવાની પ્રક્રિયા

સ્ટેપ 1: Visit iKhedut Portal.

સ્ટેપ 2: હોમ પેજ પર “તમારી અરજીનું સ્ટેટસ તપાસવા ક્લિક કરો” લીંક પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3: ત્યારબાદ એક નવું પેજ ખુલશે. જેમાં તમારે યોજનાનું નામ, જે મોબાઈલ નંબર નાખેલો હોય તેના છેલ્લા 4 આંકડા અને અરજી ક્રમાંક નાખવાનો રહેશે.

સ્ટેપ 4: હવે છેલ્લે તમારે “અરજીનું સ્ટેટસ તપાસો” બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: હવે ખેડૂત મોબાઈલ સહાય યોજના સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાઈ જશે.

Khedut Mobile Sahay Yojana 2023 Last Date

તમે પણ સરકાર દ્વારા મોબાઈલ ખરીદી વખતે આપવામાં આવતી 6 હજાર રૂપિયા ની સહાય મેળવવા માગતા હોય તો તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જઈને 15 ઓક્ટોબર, 2023 પહેલા ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ પર Khedut Mobile Sahay Yojana Registration થઈ શકશે નહીં.

Khedut Mobile Sahay Yojana 2023 List

ગુજરાત સરકાર તરફથી હાલમાં ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી રહી છે. જેથી કરીને જ્યારે પણ ઉપર બતાવેલી તારીખ પછી ઓનલાઈન અરજી સ્વીકારવાનું બંધ થાય તે પછી ગુજરાત સરકાર તરફથી Khedut Mobile Sahay Yojana List જાહેર કરવામાં આવી શકે છે. જો મોબાઈલ યોજના નું લિસ્ટ જાહેર કરવામાં આવે તો અમે તરત જ આ વેબસાઈટ ઉપર લિસ્ટ અપલોડ કરીશું. જેથી કરીને તમે પણ તે લિસ્ટમાં તમારું નામ તપાસી શકો.

ગુજરાત ખેડૂત મોબાઈલ યોજનાની વધુ માહિતી

ખેડૂત મિત્રો અમે તમને ગુજરાત ખેડૂત મોબાઇલ સહાય યોજના ની સંપૂર્ણ માહિતી આપેલી છે. તેમ છતાં પણ જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમારા ગામની સહકારી ઓફિસ ઉપર આવતા ગ્રામસેવક, તાલુકા કક્ષાએ ખેતી વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો.

હોમ પેજઅહીંયા ક્લિક કરો
Khedut Mobile Sahay Yojana Registration Linkઅહીંયા ક્લિક કરો

FAQs: Khedut Mobile Sahay Yojana 2023 in Gujarati Registration

પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

ઉત્તર: મોબાઈલ કિંમતના 40% અથવા 6000 રૂપિયા બંનેમાંથી જે રકમ ઓછી હોય તે સહાય મળવાપાત્ર થશે.

પ્રશ્ન: Khedut Mobile Yojana નો લાભ કોણ મેળવી શકશે?

ઉત્તર: ગુજરાતના ખેડૂતો

પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ઉત્તર: ઓનલાઇન અરજી કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા આ લેખમાં આપવામાં આવેલી છે.

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now