મેરા બિલ મેરા અધિકાર યોજના એપ: 5 કિલો ખાંડનું બિલ અપલોડ કરો અને જીતો 1 કરોડ સુધી | Mera Bill Mera Adhikar Scheme in Gujarati

(Mera Bill Mera Adhikar Scheme Details in Gujarati 2023 | મેરા બિલ મેરા અધિકાર એપ | મેરા બિલ મેરા અધિકાર ઈનામ સ્ટેટસ | લાભ | Mera Bill Mera Adhikar App પર બિલ અપલોડ કેવી રીતે કરવું | પાત્રતા | મેરા બિલ મેરા અધિકાર એપ લીંક)

Mera Bill Mera Adhikar Yojana in Gujarati 2023: શું તમે પણ માત્ર પાંચ કિલો ખાંડનું બિલ અપલોડ કરીને દસ હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીના ઇનામો જીતવા માંગો છો? અને તે પણ તમે જેટલા રૂપિયાનું ઇનામ જીતા હશો તેટલા રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. અને વધુમાં જણાવીએ તો આ ઈનામ બીજું કોઈ નહીં પરંતુ સરકાર જ તમને આપવા જઈ રહી છે. કેમ કે સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ મેરા બિલ મેરા અધિકાર યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા મેરા બિલ મેરા અધિકાર એપ પણ શરૂ કરવામાં આવી છે.

બસ તમારે માત્ર કોઈ પણ વસ્તુનું બિલ Mera Bill Mera Adhikar App પર અપલોડ કરી દેવાનું અને મહિનાના અંતે થનારા લકી ડ્રો માં જો તમારું નામ આવે તો સીધા ઈનામી રૂપિયા તમારા બેંક ખાતામાં સરકાર દ્વારા ટ્રાન્સફર કર દેવામાં આવશે. તો ચાલો જાણીએ કે આ યોજના શું છે?, યોજનામાં લાભ કેવી રીતે લઈ શકાય અને કોને કોને આ યોજનાનો લાભ મળી શકશે? વગેરે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Mera Bill Mera Adhikar Scheme Details in Gujarati 2023 (મેરા બિલ મેરા અધિકાર યોજના)

પ્રિય વાચક મિત્રો મેરા બિલ મેરા અધિકાર યોજના ગુજરાત નહીં પરંતુ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જો તમે કોઈપણ જીએસટી નંબર વાળું બિલ અપલોડ કરશો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. પરંતુ હા એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે આ યોજના અંતર્ગત માત્ર B2C બિલ જ ચાલશે. એટલે કે કોઈ પણ દુકાનદાર કે પછી કારખાના પરથી વપરાશકર્તા ને મળેલું બિલ. જ્યારે એક ધંધાર્થી બીજા ધંધાર્થી ને બિલ આપશે તો તે બિલ ઈનામ જીતવા માટે પાત્ર ગણાશે નહીં.

Mera Bill Mera Adhikar Yojana 2023 ની અંદર ઈનામી ડ્રો માં વિજેતા થયેલા નાગરિકો ને સરકાર તરફથી 10000 રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીના ઇનામ આપવામાં આવશે. આ યોજનાને અત્યારે માત્ર ભારતના છ રાજ્યોમાં જ શરૂ કરવામાં આવેલી છે. જેમાંનું આપણું ગુજરાત પણ સામેલ છે.‌

Highlights – Mera Bill Mera Adhikar Yojana

યોજનાનું નામમેરા બિલ મેરા અધિકાર
શરૂ કરવામાં આવીભારત સરકાર દ્વારા
ક્યારે શરૂ થઈ1 સપ્ટેમ્બર, 2023
હેતુનાગરિકોને ઈનામ આપી જીએસટી ચોરી અટકાવવી
લાભાર્થીદેશના નાગરિક
લાભ10 હજાર થી લઈને 1 કરોડ રૂપિયા
મોબાઈલ એપ નું નામMera Bill Mera Adhikar App
ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

મેરા બિલ મેરા અધિકાર નો ઉદ્દેશ્ય (Objective)

મિત્રો આપણે દરરોજ ન્યુઝ પેપરમાં એ સમાચાર સાંભળીએ છીએ કે પેલા ધંધાર્થીએ જીએસટી માં ચોરી કરી ફલાણા ધંધાર્થીએ જીએસટીમાં ગફલો કર્યો. આવી રીતે જીએસટી ભરવામાં થતી ચોરીને અટકાવવા અને સાથે સાથે દેશના સામાન્ય નાગરિકોને ઇનામી રકમ આપવા માટે મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જીએસટી માં થતી ચોરી અટકાવવાનો છે.

ગુજરાત સરકાર દ્વારા Khel Mahakumbh 2.0 Online Registration શરૂ કરી દીધું છે. જેમાં આ વર્ષે 45 કરોડના ઈનામ રાખેલ છે.

એક મહિનામાં થશે 810 લકી ડ્રો

કેન્દ્ર સરકાર દ્વારા મેરા બિલ મેરા અધિકાર એપ પર દર મહિને ૮૧૦ લકી ડ્રો આયોજિત કરશે. જેમાંથી 800 લકી ડ્રો વિજેતાઓને 10000 રૂપિયાનું ઇનામ જ્યારે બાકી બચેલા દસ લકી ડ્રો વિજેતાઓને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને એક મેગા લકી ડ્રો બહાર પાડવામાં આવશે જેમાં બે વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે જેમને એક કરોડ રૂપિયાનું ઇનામ Mera Bill Mera Adhikar Yojana અંતર્ગત આપવામાં આવશે.

Mera Bill Mera Adhikar Yojana માટેના નિયમો (પાત્રતા)

 • આ યોજનાનો લાભ કેવલ ભારતના લોકોને જ મળવા પાત્ર છે.‌
 • મેરા બિલ મેરા અધિકાર એપ પર ઓછામાં ઓછા 200 રૂપિયાનું બિલ હોવું જરૂરી છે.
 • મોબાઈલ એપ પર એક મહિનામાં વધુને વધુ 25 બિલ અપલોડ કરી શકશો.
 • તમે જે પણ બિલ અપલોડ કરવા માગતા હોય તેમાં બીલ નંબર, જીએસટી નંબર અને કેટલા રૂપિયાનું બિલ છે તે સ્પષ્ટ દેખાવું જરૂરી છે.
 • એક પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર થશે. પરંતુ તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

Mera Bill Mera Adhikar Document

 • કોઈ પણ એક આઇડી પ્રૂફ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે)
 • GST Bill
 • PAN કાર્ડ
 • મોબાઈલ નંબર
 • બેંક ખાતાની માહિતી (પાસબુક)
 • Transaction ID (ઓનલાઇન પેમેન્ટ ના કિસ્સામાં)

Mera Bill Mera Adhikar State List

 • ગુજરાત
 • હરિયાણા
 • આસામ
 • દીવ અને દાદરા નગર હવેલી
 • પૂડુંચેરી
 • દમણ

ગુજરાતનાં ખેડૂતોને સરકાર 15,000 રૂપિયાનો મોબાઈલ માત્ર 9000 રૂપિયામાં ખેડૂત મોબાઈલ સહાય યોજના ના માધ્યમથી આપી રહી છે.

Mera Bill Mera Adhikar App પર બિલ અપલોડ કરવાની પ્રક્રિયા

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે Google Play Store અથવા iOS App Store ઓપન કરવાનું રહેશે.

સ્ટેપ 2: હવે તમારે “Mera Bill Mera Adhikar App” સર્ચ કરીને જે Mobile Application આવે તે Install કરી લેવાની રહેશે.

સ્ટેપ 3: ત્યારબાદ Mobile App ઓપન કરીને Sign up ના વિકલ્પ પર ક્લિક કરી તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્યનું નામ ભરીને Registration કરી લેવાનું રહેશે.

સ્ટેપ 4: Registration થઈ ગયા પછી Login પર ક્લિક કરી મોબાઈલ નંબર અને OTP ની મદદથી Login કરી લેવાનું રહેશે.

સ્ટેપ 5: હવે તમને ફોટો અપલોડ કરવા માટેના 3 વિકલ્પ દેખાશે જેમ કે Take Photo Via Camera, Choose Via Library અને Upload a Pdf જેમાંથી કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરી જીએસટી વાળું બિલ અપલોડ કરી દેવાનું રહેશે.

સ્ટેપ 6: બિલ અપલોડ કર્યા પછી તમારે બિલ ની તારીખ, બિલ નંબર, GST નંબર અને બિલ ની રકમ સંબંધિત બોકસમાં ભરી દેવાની રહેશે.

સ્ટેપ 7: ત્યારબાદ જો તમે લકી ડ્રો માં વિજેતા થશો તો તમને આ મેરા બિલ મેરા અધિકાર યોજના એપ પર અથવા તમારા મોબાઈલ નંબર પર મેસેજ કરીને જાણ કરવામાં આવશે.

આ રીતે ખૂબ જ સહેલાઈથી Mera Bill Mera Adhikar App Online Apply કરી બિલ અપલોડ કરી શકાય છે.

હોમ પેજઅહીંયા ક્લિક કરો
મેરા બિલ મેરા અધિકાર એપ લીંકઅહીંયા ક્લિક કરો

FAQs: Mera Bill Mera Adhikar Yojana In Gujarati

પ્રશ્ન: શું એક વખત બિલ અપલોડ કર્યા પછી તે બિલને હાર્ડ કોપી સાચવવી જરૂરી છે?

ઉત્તર: હા, કેમ કે જો તમે લકી ડ્રો જીતશો તો તમારે બિલની હાર્ડ કોપી ની જરૂર પડશે.

પ્રશ્ન: મેરા બિલ મેરા અધિકાર એપ ઉપર એક મહિનામાં કેટલા બિલ અપલોડ કરી શકાય?

ઉત્તર: વધુમાં વધુ 25 બિલ

પ્રશ્ન: શું ખરેખર પાંચ કિલો ખાંડ નું બિલ અપલોડ કરીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતી શકાય?

ઉત્તર: જો તમારી ખાંડ નું બિલ ₹200 કે તેથી વધુનું હોય તો તમે બિલ અપલોડ કરીને એક કરોડ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકો છો.

પ્રશ્ન: એક કરોડ રૂપિયા ઇનામના કેટલા લકી ડ્રો કરવામાં આવશે?

ઉત્તર: ત્રણ મહિનામાં બે લકી ડ્રો

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now