પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી કરીને મેળવો 15000 થી લઈને 3 લાખ રૂપિયા | PM Vishwakarma Yojana Online Apply in Gujarati

(PM Vishwakarma Yojana Online Registration in Gujarati 2023 | પીએમ વિશ્વકર્મા યોજના પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ | પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના શું છે | લાભ અને વિશેષતાઓ | PM Vikas Yojana | Official Website | Helpline Number | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા)

PM Vishwakarma Yojana Details in Gujarati 2023: ભારત સરકાર દ્વારા દેશનો કોઇપણ વર્ગ સરકારી લાભાર્થી વંચિત ન રહે એટલા માટે ઘણા પ્રકારની સરકારી યોજનાઓ શરૂ કરતી હોય છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ ના દિવસે જે પારંપરીક કારીગરો છે જેમ કે મોચી લુહાર કુંભાર જેવા નાના મોટા કાર્યકર્તા કારીગરોને આર્થિક રીતે સપોર્ટ કરવા માટે એક નવી યોજના બહાર પાડેલી છે જેનું નામ પીએમ વિશ્વકર્મા યોજના છે. PM Vishwakarma Yojana Online Apply કરીને કેન્દ્ર સરકાર તરફથી 15000 રૂપિયા ઉપરાંત ઓછા વ્યાજ દર પર બેંક લોન ની સહાય આપવામાં આવે છે.

જો તમે પણ પારંપરિક કારીગરી કરો છો તો તમે પણ આ યોજનાઓ લાભ લઈને તમારા બીઝનેસ ને આગળ વધારીને સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ શકો છો. પરંતુ તેને માટે આ લેખમાં આપવામાં આવેલી બધી જ જાણકારી ધ્યાનપૂર્વક જરૂરથી વાંચજો જેથી કરીને તમે સહેલાઈથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Table of Contents

પીએમ વિશ્વકર્મા યોજના શું છે? (PM Vishwakarma Yojana Details in Gujarati 2023)

પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવાની ઘોષણા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023 નું બજેટ લોન્ચ કરવામાં આવેલું ત્યારે કરવામાં આવેલી હતી. ત્યારબાદ 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા દિવસ એટલે કે 17 સપ્ટેમ્બર 2023 ના દિવસે શરૂ કરવાની ઘોષણા થઈ હતી. PM Vishwakarma Yojana 2023 અંતર્ગત ભારતમાં રહેતા જે પણ લોકો ગુરુ શિષ્ય પરંપરા એટલે કે તેમના બાપદાદા જે ધંધો કરતા તે કારીગરી કરી રહ્યા છે એટલે કે પરંપરાગત કારીગર અથવા શિલ્પકારોને આ યોજના અંતર્ગત શરૂઆતમાં એક લાખ રૂપિયા ની લોન ઓછા વ્યાજ દરે આપવામાં આવશે.

એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના અંતર્ગત જ્યારે ફેઝ 2 ચાલુ થશે ત્યારે આવા કારીગરોને સરકાર તરફથી બે લાખ રૂપિયાની લોન ઓછા વ્યાજ દર સાથે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ઉઠાવીને પરંપરાગત કારીગર તેમનો બિઝનેસ મોટો કરી શકે છે.

PM Vishwakarma Kaushal Samman Yojana Latest News

Vishwakarma Yojana અંતર્ગત માત્ર 15 દિવસમાં લાખો લોકોએ કર્યું રજિસ્ટ્રેશન

મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ યોજના 17 સેપ્ટેમ્બર ના રોજ શરૂ કરવામાં આવી ત્યારી માત્ર 10 જ દિવસમાં 1 લાખ 40 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરવી લીધું છે. જ્યારે 15 દિવસમાં આ યોજનામાં રેગોસતરતીઓન કરતાં લોકોની સંખ્યા 2.25 લાખ કરતાં પણ વધારે થઈ ગયેલી છે.

Key Highlights – PM Vishwakarma Kaushal Samman Yojana 2023

યોજનાનું નામપ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના (PMVKSY)
શરૂ કરવામાં આવીપીએમ નરેન્દ્ર મોદી દ્વારા
ક્યારે શરૂ થઈ17 સપ્ટેમ્બર, 2023 ના દિવસે
ઉદ્દેશ્યપારંપરિક કારીગરો ને આર્થિક સહાય કરવી
સબસિડી લાભ15 હજાર રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://pmvishwakarma.gov.in/
ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

Pradhanmantri Vishwakarma Yojana નો ઉદ્દેશ્ય (Objective)

પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા પાછળ કેન્દ્ર સરકારનો એકમાત્ર મુખ્ય ઉદ્દેશ્ય જે પણ લોકો તેમના પૂર્વજોનો વ્યવસાય સંભાળી રહ્યા છે તેવા કારીગરોને પ્રોત્સાહન આપી તેમના બિઝનેસ ને માર્કેટ પુરુ પાડવાનું છે. એટલા જ માટે આ યોજના અંતર્ગત જે પણ પારંપરિક કારીગરો લાભાર્થી બનશે તેમને તે લોકો જે કોઈપણ પ્રોડક્ટ બનાવતા હોય તેના વેચાણ માટે પણ ભારત સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવશે.

PM Vishwakarma Yojana Loan Interest Rate (વ્યાજ દર)

PM Vishwakarma Yojana 2023 અંતર્ગત જે પણ કારીગરોને લોન આપવામાં આવશે તેનું વ્યાજદર સરકાર તરફથી ખૂબ જ ઓછું રાખવામાં આવશે. અહીંયા સરકાર દ્વારા આપવામાં આવતી લોન ઉપર 8% ની સબસીડી આપવામાં આવશે એટલે કે પહેલા ફેજ ની અંદર જો કોઈએ એક લાખ રૂપિયા ની લોન લીધી હશે તો તેમને માત્ર પાંચ ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે એટલે કે એક લાખની લોન ઉપર વાર્ષિક 5000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થશે.

Vishwakarma Yojana અંતર્ગત ટુલકીટ ખરીદવા માટે મળશે અલગથી 15000 રૂપિયા

વિશ્વકર્મા યોજના અંતર્ગત જો કોઈ પણ અરજી કરે છે તો તેમને તેમના ધંધાને લગતા કોઈપણ ઓજાર એટલે કે ટુલકીટ ખરીદવા માટે સરકાર તરફથી 15000 રૂપિયા ની સહાય અલગથી આપવામાં આવશે. આ પંદર હજાર રૂપિયા ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ કે આ સહાય તમારે સરકારને રિટર્ન કરવાની નથી. આ પંદર હજાર રૂપિયાની સહાય લાભાર્થીઓને સબસીડી તરીકે આપવામાં આવશે. એ સિવાય જો તમે તમારા બિઝનેસની એડવાન્સ ટ્રેનિંગ સરકાર પાસેથી લેવા માગતા હોય તો તે પણ તમે લઈ શકો છો તેના બદલામાં સરકાર તમને એક દિવસના ₹500 પણ આપશે.

PM Vishwakarma Yojana Beneficiary List

ભારત સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે આ યોજના અંતર્ગત 18 પ્રકારના વ્યવસાય કરતા કારીગરોને યોજના નો લાભ મળવાપાત્ર થશે. જેનું લિસ્ટ નીચે આપવામાં આવેલું છે.

 • દરજી
 • મોચી
 • લુહાર
 • ધોબી
 • કુંભાર
 • રાજ મિસ્ત્રી
 • શિપ અથવા તો વહાણ બનાવવા વાળા કારીગરો
 • તાળા બનાવતા કારીગરો
 • સુથાર
 • પારંપરિક રમકડા બનાવવા વાળા
 • માછલી પકડવાની જાળ બનાવવા વાળા
 • મૂર્તિકાર
 • વાણંદ
 • મોતીની માળા બનાવવા વાળા
 • જાડુ અથવા તો ચટાઈ બનાવવા વાળા
 • વિવિધ પ્રકારના ઓજાર બનાવવા વાળા
 • પથ્થર ના કારીગરો
 • સોના ચાંદીની કામગીરી સાથે સંકળાયેલા કારીગરો

ભારત સરકાર દ્વારા મેરા બિલ મેરા અધિકાર એપ શરૂ કરવામાં આવી છે જેમાં માત્ર 5 કિલો ખાંડનું બિલ અપલોડ કરીને પણ 10 લાખ રૂપિયાનું ઈનામ જીતી શકે છે.

PM Vishwakarma Yojana 2023 ના લાભ અને વિશેષતાઓ

 • કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ વિશ્વકર્મા યોજના એકમાત્ર એવી યોજના છે જેની અંદર લાભાર્થીઓને માત્ર પાંચ ટકાના દરે લોન આપવામાં આવે છે.
 • આ યોજના અંતર્ગત પ્રથમ ચરણમાં એક લાખ રૂપિયા ની લોન અને તે પછી બે લાખ રૂપિયાની લોન લાભાર્થીઓને આપવામાં આવશે.
 • એટલું જ નહીં પરંતુ જે કોઈપણ કારીગર PM Vishwakarma Kaushal Samman Yojana અંતર્ગત ટ્રેનિંગમાં જોડાશે તેને એક દિવસના ₹500 મહેનતાણું પણ આપવામાં આવશે.
 • ઉપર બતાવેલા 18 માંથી કોઈપણ કારીગરને તેમના વ્યવસાય ને લગતા ઓજાર ખરીદવા માટે ₹15,000 ની મફત સહાય પણ કરવામાં આવશે.‌
 • તેની પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમને આપેલા પંદર હજાર રૂપિયા માંથી જે કોઈપણ ટૂલ તમે ખરીદો તે મેડ ઇન ઇન્ડિયા હોવું જરૂરી છે.
 • આ યોજના અંતર્ગત પારંપરિક કારીગરોને તે જે કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોય તેને માર્કેટમાં વહેંચવા માટે પણ સરકાર દ્વારા સપોર્ટ કરવામાં આવશે.
 • ધીમે ધીમે આ બધા કારીગરોને MSME અંતર્ગત જોડવામાં આવશે જેથી કરીને તેમને એક રાષ્ટ્રીય બજાર પણ મળશે.

PM Vishwakarma Yojana માટેની પાત્રતા (Eligibility)

 • આ યોજનાનો લાભ માત્ર ઉપર દર્શાવેલા 18 પ્રકારના કારીગર વર્ગના લોકોને જ મળવા પાત્ર થશે.
 • લાભાર્થીની આયુ 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.
 • એક પરિવાર માંથી માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
 • જો કોઈ આવેદક દ્વારા આ યોજના પહેલા મુદ્રા યોજના સ્વનિધિ યોજના કે પછી PMEGP યોજના અંતર્ગત જો લોન લીધેલી હશે અને તે લોન હજી ભરવાની બાકી હશે તો તેને આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં.

ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • લાભાર્થી નું આધારકાર્ડ
 • જાતિ પ્રમાણપત્ર
 • રાશનકાર્ડ
 • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
 • આયુ પ્રમાણપત્ર
 • બેંક પાસબુક ની કોપી
 • મોબાઈલ નંબર

વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (PM Vishwakarma Yojana Online Apply in Gujarati)

જો તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ તેમની પોતાની અરજી નહીં કરી શકે.‌ અરજી કરવા માટે જે તે વ્યક્તિએ તેમના નજીકના Cyber Cafe પર જવું પડશે કે જેમની પાસે CSC ID હોય. તેમ છતાં નીચે આપેલા સ્ટેપ્સને ધ્યાનપૂર્વક વાંચો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે તમારા નજીકના જન સેવા કેન્દ્ર એટલે કે સાયબર કાફે પર જવું પડશે.

સ્ટેપ 2: ત્યાં જઈને તમે જણાવશો કે પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવાની છે એટલે એ વ્યક્તિ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ આપવાનું રહેશે.

સ્ટેપ 3: ત્યાર પછી તમારું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારી પર્સનલ જાણકારી જેમ કે તમારું નામ એડ્રેસ મોબાઈલ નંબર વગેરે આપવાનું રહેશે.‌

સ્ટેપ 4: ત્યાર પછી તમારે તમે જે કોઈપણ કામ કરતા હોય તેની માહિતી અને તમારે કેટલી લોન જોઈએ છે તેની માહિતી આપવાની રહેશે.

સ્ટેપ 5: આ રીતે બધી માહિતી ભર્યા પછી તમારું પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.

જો તમારી અરજી કેન્દ્ર સરકાર તરફથી સ્વીકારવામાં આવશે તો તમને મોબાઈલ નંબર ઉપર જાણ કરવામાં આવશે ત્યાર પછી તમે PM Vishwakarma Certificate અને PM Vishwakarma ID Card મેળવી શકશો.

પીએમ વિશ્વકર્મા યોજના હેલ્પલાઇન નંબર

મિત્રો અમે તમને પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિશે બધી જ જાણકારી આપી દીધેલી છે. જો તમે હજુ વધુ જાણકારી મેળવવા માગતા હોય કે કોઈપણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવા માગતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકો છો.‌

Helpline Number:- 1800-267-7777 અથવા 17923

હોમ પેજઅહીંયા ક્લિક કરો
PM Vishwakarma Portalઅહીંયા ક્લિક કરો

FAQs: PM Vishwakarma Yojana Online Registration in Gujarati

પ્રશ્ન: પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કેટલી લોન મળવા પાત્ર છે?

જવાબ: પ્રથમ ચરણમાં એક લાખ રૂપિયા ત્યાર પછી બીજા ચરણમાં બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.‌

પ્રશ્ન: PM Vishwakarma Yojana અંતર્ગત વ્યાજ દર કેટલું છે?

જવાબ: 5%

પ્રશ્ન: શું બધા લોકોને પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ મળશે?

જવાબ: નહીં, માત્ર 18 પ્રકારના કારીગરોને જ આ યોજનાનો લાભ મળશે.

Leave a comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now