(Solar Zatka Machine Yojana Gujarat Apply Online 2023 | Solar Fencing Yojana Gujarat Apply Online | સોલાર ફેન્સીંગ યોજના ઓનલાઇન રજિસ્ટ્રેશન | સોલાર ઝાટકા મશીન યોજના | પાત્રતા અને લાભ | Solar Fencing Subsidy in Gujarat | iKhedut Solar Fencing Scheme in Gujarati | Last Date)
Solar Zatka Machine Yojana Gujarat Online 2023: ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને અથવા તેમના પાકોના રક્ષણ માટે અવનવી સરકારી યોજના બહાર પાડવામાં આવતી હોય છે. જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો તેમના પાકોનું રક્ષણ કરીને વધુ આવક મેળવી શકે છે. એવી જ એક સરકારી યોજના કે જેમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવામાં આવે છે તેના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે. આ યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના છે.
જો તમે પણ Solar Fencing Yojana Gujarat નો લાભ ઉઠાવીને તમારા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ એટલે કે સોલાર ઝટકા મશીન કીટ મેળવવા માગતા હોય તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો જેથી કરીને તમે આઇ ખેડૂત પોર્ટલ પર જઈને Solar Fencing Subsidy Yojana માં Online Application કરીને આર્થિક લાભ મેળવી શકો.
Table of Contents
સોલાર ફેન્સીંગ યોજના શું છે? (Solar Zatka Machine Yojana Gujarat 2023)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા માટે જે આઇ ખેડુત પોર્ટલ બનાવેલ છે તેમાં સોલાર ફેન્સીંગ યોજના માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત થઈ ગયેલી છે. જો તમે વાવેલા પાકોનું રક્ષણ કરવા માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ કરાવવા માગતા હોય તો તમે આસાનીથી આ યોજનાનો લાભ મેળવી શકો છો. Solar Fencing Yojana Gujarat અંતર્ગત સોલાર પાવર યુનિટની ખરીદી ઉપર અરજી કરેલ ખેડૂતને સરકાર દ્વારા કુલ ખર્ચના 50% અથવા તો 15000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તેટલી સહાય આપવામાં આવશે.
Key Highlights – સોલાર ફેન્સીંગ યોજના 2023
યોજનાનું નામ | Solar Fencing Yojana |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર તરફથી |
વિભાગ | કૃષિ વિભાગ |
હેતુ | ખેડૂતોના પાકોનું રક્ષણ કરવા માટે સહાય આપવી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
Official Website | https://ikhedut.gujarat.gov.in/ |
ટેલીગ્રામ ચેનલ લીંક | અહીંયા ક્લિક કરો |
Solar Fencing Yojana નો ઉદ્દેશ્ય (Objective)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Solar Zatka Machine Yojana 2023 નો એકમાત્ર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના ખેડૂતોને તેમણે વાવેલા પાકોનું જંગલી પ્રાણીઓથી રક્ષણ થઈ શકે અને તેમની આવકમાં વધારો થઈ શકે. જેમકે જો તમારા પાકોનું જંગલી પ્રાણીઓથી રક્ષણ થશે તો જ તમે વધુ ઉત્પાદન મેળવી શકશો અને ઉત્પાદન વધતાની સાથે જ તમારી આવકમાં પણ વધારો થઈ શકશે. ગુજરાત સરકાર તરફથી વર્ષ 2023 24 માટે 33 હજાર ખેડૂતોને સોલાર ફેન્સીંગ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરેલો છે.
સોલાર પાવર યુનિટ/કીટ માટે વર્ષ 2023 24 નો સંભવિત લક્ષ્યાંક (Solar Fencing Yojana no. of Beneficiaries)
સોલાર ફેન્સીંગ યોજના ગુજરાત અંતર્ગત ઓનલાઈન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર સ્વીકારવાની શરૂ થઈ ગયેલી છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને સોલાર પાવર કીટ ઉપર આર્થિક સહાયતા એટલે કે સબસીડી આપવામાં આવશે. જેનો જિલ્લા વાર લક્ષ્યાંક નીચે મુજબ છે. આ યોજના અંતર્ગત ગુજરાતના 33 હજાર ખેડૂતોને સોલાર પાવર યુનિટ કીટ આપવામાં આવશે.
ક્રમાંક | જિલ્લાનું નામ | ખેડૂતોની સંખ્યા (લક્ષ્યાંક) |
---|---|---|
01 | કચ્છ | 1523 |
02 | બનાસકાંઠા | 2104 |
03 | પાટણ | 1170 |
04 | મહેસાણા | 1777 |
05 | સાબરકાંઠા | 1016 |
06 | ગાંધીનગર | 817 |
07 | અમદાવાદ | 1295 |
08 | સુરેન્દ્રનગર | 1345 |
09 | રાજકોટ | 1706 |
10 | જામનગર | 1018 |
11 | પોરબંદર | 432 |
12 | જુનાગઢ | 1130 |
13 | અમરેલી | 1567 |
14 | ભાવનગર | 1296 |
15 | આણંદ | 1397 |
16 | ખેડા | 1547 |
17 | પંચમહાલ | 912 |
18 | દાહોદ | 623 |
19 | વડોદરા | 1192 |
20 | નર્મદા | 352 |
21 | ભરૂચ | 987 |
22 | સુરત | 950 |
23 | ડાંગ | 77 |
24 | નવસારી | 724 |
25 | વલસાડ | 824 |
26 | તાપી | 437 |
27 | દ્વારકા | 604 |
28 | મોરબી | 903 |
29 | ગીર સોમનાથ | 699 |
30 | બોટાદ | 509 |
31 | અરવલ્લી | 747 |
32 | મહીસાગર | 617 |
33 | છોટાઉદેપુર | 703 |
કુલ લક્ષ્યાંક | 33,000 |
ભારત સરકાર તરફથી PM Vishwakarma Yojana શરૂ કરવામાં આવી છે. જેમાં લાભાર્થીઓને 3 લાખ ની લોન પર 8% ની સબસિડી આપવામાં આવી રહી છે.
Solar Zatka Machine Yojana Gujarat હેઠળ મળવાપાત્ર લાભ
ખેડૂત મિત્રો ઉપર બતાવેલા ટેબલમાં જિલ્લા વાર લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને સોલાર ફેન્સીંગ યોજના નો લાભ મળવા પાત્ર થશે. આ યોજના અંતર્ગત સોલાર પાવર કીટ ખરીદવા પર કુલ ખર્ચના 50% રૂપિયા અથવા તો પંદર હજાર રૂપિયા બંનેમાંથી જે પણ ઓછું હશે તેટલી રકમ ગુજરાત સરકાર તરફથી અરજદાર ખેડૂતને આપવામાં આવશે.
Solar Fencing Yojana માટેની પાત્રતા (Eligibility)
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના નાગરિકોને જ મળવા પાત્ર થશે.
- અરજદાર ખેડૂત હોવો જરૂરી છે.
- અરજદાર ખેડૂત માત્ર તેમની માલિકીની જમીન માટે જ સોલાર ફેન્સીંગ યોજના અંતર્ગત અરજી કરી શકે છે.
- જો ખેડૂતે Tar Fencing Yojana નો લાભ મેળવેલો હશે તો તે સોલાર ફેન્સીંગ યોજના માટે લાભ લઈ શકશે નહીં.
- એક વખત આ યોજનાનો લાભ મેળવ્યા પછી ખેડૂત આગામી 10 વર્ષ સુધી આ યોજના અંતર્ગત અરજી કરી શકશે નહીં.
- જિલ્લા વાર લક્ષ્યાંક મુજબ જ ખેડૂતોની પસંદગી કરવામાં આવશે એટલે વહેલા તે પહેલાના ધોરણે જે ખેડૂતો ઓનલાઇન અરજી કરશે તે જ આ યોજના અંતર્ગત પાત્ર ગણાશે.
- ગુજરાતના કોઈપણ ખેડૂત જેમ કે નાના ખેડૂત, મોટા ખેડૂત અથવા તો સીમાંત ખેડૂત પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માટે પાત્ર છે.
Gujarat Solar Zatka Machine Yojana Required Documents (અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ)
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- જમીનના જરૂરી દસ્તાવેજ (7-12, 8-અ)
- અરજદાર વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની જાણકારી (લાગુ પડે તો જ)
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
Solar Zatka Machine Yojana Gujarat Apply Online (Solar Fencing માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા)
જો ખેડૂત મિત્રો તમે સોલર પાવર કીટ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ લગાવવા માગતા હોય અને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માગતા હોય તો તમે તમારા ગ્રામ પંચાયત દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકો છો. અને નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરીને પણ તમે તમારા મોબાઇલ થકી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે આઇ ખેડૂત પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: અધિકૃત વેબસાઈટ ના હોમ પેજ ઉપર “યોજનાઓ” લખેલા વિકલ્પ પર ક્લિક કરવું.
સ્ટેપ 3: હવે તમારી સ્ક્રીન પર એક નવું ટેબલ ખુલશે જેમાં તમારે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ના વિકલ્પ પર ક્લિક કરી દેવાનું રહેશે.
સ્ટેપ 4: હવે તમારી સ્ક્રીન પર ફરી પાછું એક નવું પેજ ખુલશે જેમાં તમારે “સોલાર પાવર યુનિટ/કીટ” ના વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5: ત્યારબાદ નવું પેજ જે ખુલે તેમાં તમારે “અરજી કરો” ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6: હવે તમારી સ્ક્રીન પર જો તમે રજીસ્ટર અરજદાર હોય તો “હા” અને તમે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો “ના” વિકલ્પ સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો.
સ્ટેપ 7: હવે તમારે “નવી અરજી કરવા ક્લિક કરો” ના બટન પર ક્લિક કરીને જે અરજી ફોર્મ ખૂલે તેમાં તમારે તમારી સામાન્ય જાણકારી બેન્ક પાસબુક ની જાણકારી રેશનકાર્ડ ની જાણકારી વગેરે જાણકારી ભરી દેવાની રહેશે.
સ્ટેપ 8: ત્યારબાદ અરજી સેવ કરીને અપડેટ કરી લેવાની રહેશે.
સ્ટેપ 9: ત્યાર પછી અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરીને અરજીની પ્રિન્ટ કરવા પર ક્લિક કરીને તમારે તમારી પોતાની અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
આ રીતે અરજી પ્રિન્ટ કર્યા પછી જે પીડીએફ નીકળે તેની ઝેરોક્ષ ની દુકાને જઈ પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે ત્યારબાદ જ્યારે પણ સરકાર તરફથી તમને કહેવામાં આવે ત્યારે તમારે સોલર પાવર કીટ તમારી મુજબ બજારમાંથી ખરીદીને ખેતરની ફરતે લગાવી દેવાની રહેશે ત્યાર પછી આ પ્રિન્ટ જમા કરાવીને તમે આ યોજના અંતર્ગત સરકાર તરફથી કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ ૧૫ હજાર રૂપિયા ની સહાય મેળવી શકશો.
ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને મોબાઈલ પર સહાય આપવા માટે Khedut Mobile Sahay Yojana પણ શરૂ કરવામાં આવેલી છે.
Solar Fencing Yojana Gujarat 2023 Last Date Apply Online
જો તમે સોલાર ફેન્સીંગ યોજના ગુજરાતનો લાભ મેળવવા માગતા હોય તો સરકાર તરફથી 9 ઓક્ટોબરના દિવસથી આ યોજના અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે જે આગામી 30 દિવસ સુધી એટલે કે તમે 8 નવેમ્બર, 2023 સુધી આ યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશો. એટલે કે 8 નવેમ્બર આ યોજનાની છેલ્લી તારીખ છે.
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
iKhedut Portal | અહીંયા ક્લિક કરો |
FAQs: Solar Fencing (Solar Zatka Machine Subsidy Gujarat)
પ્રશ્ન: Solar Fencing Yojana Gujarat હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે?
જવાબ: કુલ ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે
પ્રશ્ન: Solar Zatka Machine Yojana હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?
જવાબ: 08 November, 2023
પ્રશ્ન: શું ગુજરાતના બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે?
જવાબ: નહીં. ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો જ યોજનાનો લાભ મેળવી શકશે જેની જાણકારી આ લેખમાં આપવામાં આવેલી છે.