(Tar Fencing Yojana in Gujarati Apply Online 2023-24 | તાર ફેન્સીંગ યોજના શું છે | ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના | iKhedut Tar Fencing Yojana Gujarat | પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ | તાર ફેન્સીંગ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | Last Date | તાર ફેન્સીંગ યોજના હેઠળ મળવા પાત્ર લાભ | How to Apply For Tar Fencing Yojana in Gujarati)
Tar Fencing Yojana Gujarat Online Arji 2023: ખેડૂત મિત્રો દર વર્ષે ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને તેમના ખેતર ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના બહાર પાડવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત સરકાર તરફથી આઇ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સીંગ યોજના શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો ખેતરની ફરતે કાંટાળા તાર ફેન્સી લગાવીને તેમના પાકોનું રક્ષણ કરી શકે છે. Gujarat Tar Fencing Yojana 2023 અંતર્ગત ખેડૂતોને 50% સુધીની સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છે.
જો તમે તાર ફેન્સીંગ યોજના નો લાભ લેવા માગતા હોય તો તમે આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી સારી રીતે સમજીને આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો. આ યોજના વિશે જેટલી પણ માહિતી ગુજરાત સરકાર તરફથી સાર્વજનિક કરવામાં આવી છે તે બધી જ માહિતી અમે તમને વિસ્તાર પૂર્વક જણાવીશું. તો ચાલો જાણીએ તાર ફેન્સીંગ યોજના શું છે?
Table of Contents
તાર ફેન્સીંગ યોજના શું છે? (Tar Fencing Yojana in Gujarati 2023)
તાર ફેન્સીંગ યોજના ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી ખેડૂતો પ્રત્યેની એક યોજના છે જેમાં ખેડૂત તેમના ખેતરની ચારે બાજુ કાંટાળા તારની ફેન્સીંગ લગાવીને ભૂંડ, રોઝ જેવા જંગલી પ્રાણીઓથી તેમના પાકોનું રક્ષણ કરી શકે છે. Tar Fencing Yojana Gujarat 2023 અંતર્ગત ઘણો મોટો ફેરફાર કરવામાં આવેલો છે અને તે એ છે કે પહેલા ખેડૂતો ને આ યોજનાનો લાભ લેવા માટે પાંચ હેક્ટર જમીન હોવી જરૂરી હતી જે હવે ગુજરાત સરકારે ઘટાડીને માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો કે પછી ખેડૂતોના ગ્રુપને iKhedut Tar Fencing Yojana નો લાભ આપવામાં આવશે.
Highlights – Tar Fencing Yojana Gujarat
યોજનાનું નામ | તાર ફેન્સીંગ યોજના |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર તરફથી |
ઉદ્દેશ્ય | ખેતરમાં વાવેલા પાકોનું રક્ષણ કરવા માટે |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
લાભ | મીટર દીઠ 200 રૂપિયા અથવા કુલ ખર્ચના 50% બંને માંથી જે ઓછું હોય તે |
અરજી કેવી રીતે કરવી | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
તાર ફેન્સીંગ યોજના નો હેતુ (Objective)
આપણે જાણીએ છીએ કે ખેડૂતોના પાકને મુખ્યત્વે બે રીતે નુકસાન થતું હોય છે પહેલું તો કુદરતી રીતે જેમાં આપણે કશું કરી શકતા નથી પરંતુ બીજું જંગલી પ્રાણીઓના હિસાબે પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન થતું હોય છે. આ નુકસાન થી ખેડૂતોને બચાવવા માટેના ઉદ્દેશ્ય સાથે તાર ફેન્સીંગ યોજના શરૂ કરેલી છે.
તાર ફેન્સીંગ યોજના હેઠળ મળવા પાત્ર લાભ (Benefits in Gujarati)
- મીટર દીઠ 200 રૂપિયા:- ધારો કે તમારી પાસે કુલ 15 વીઘા જમીન છે તો એ 15 વીઘા જમીનની ચારે બાજુ જેટલા મીટર કાંટાળા તાર ફેન્સીંગ લગાવવામાં આવશે તેમાં પ્રતિ મીટર 200 રૂપિયા ની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે. અથવા તો…
- કુલ ખર્ચના 50% સબસીડી:- જો તમારી પાસે 15 વીઘા જમીન હોય તો તે 15 વીઘા જમીનમાં તાર ફેન્સીંગ લગાવવા માટે જેટલો પણ ખર્ચ થયો હશે તેના 50% સબસીડી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે.
- હવે ઉદાહરણ તરીકે મીટર દીઠ ગણતરી કરતાં તમને એક લાખ રૂપિયા ની સહાય મળે છે જ્યારે 50% સબસીડી બાદ કરતા તમને 90,000 સબસીડી મળે છે. તો આ બંનેમાંથી ઓછું એટલે કે 90,000 ની સહાય ગુજરાત સરકાર તરફથી કરવામાં આવશે.
શું તમને ખબર છે કે તમે પણ 15000 રૂપિયાનો મોબાઈલ ખેડૂત મોબાઈલ સહાય યોજના નો લાભ ઉઠાવીને માત્ર 9000 રૂપિયામાં ખરીદી શકો છો.
તાર ફેન્સીંગ યોજના માટેની પાત્રતા
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના નાગરિક જ લઈ શકે છે.
- એમાં પણ ખેડૂત કે જેમના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. (7/12 અને 8-અ હોવા જરૂરી છે)
- ખેડૂત પાસે બે હેક્ટર એટલે કે 12.50 વીઘા જમીન હોવી જરૂરી છે.
- જો ખેડૂત પાસે 12.50 વીઘા જમીન ના હોય તો તે બે અથવા બેથી વધુ ખેડૂતો મળીને પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્ર રહેશે.
- ગુજરાતના તમામ ખેડૂતો એટલે કે નાના, મોટા અને સીમાંત બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે.
તાર ફેન્સીંગ સ્કીમ માટે દિશા નિર્દેશ (નિયમો)
- બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ ત્રણ મીટર હોવું જોઈએ.
- દર 15 મીટરના અંતરે બે સહાયક થાંભલા રાખવા જરૂરી છે.
- ખેડૂત જે પણ કંટાળા તાર ખરીદે છે તે આઈએસઆઈ માર્કા વાળા તેમજ ગેલ્વેનાઈઝ મટીરીયલ ના હોવા જોઈએ.
- કોઈપણ જંગલી જાનવર તાર ફેન્સીંગની નીચેથી ખેતરમાં ના પ્રવેશે તે માટે જે લોખંડની જાળી નો ઉપયોગ કરવામાં આવે છે તે જમીનમાં યોગ્ય ઊંડાઈ સુધી દબાવેલી હોવી જોઈએ.
- થાંભલો જમીનમાં રાખવા માટે કરેલા ખાડામાં સિમેન્ટ કોંક્રીટ નું ભરણ હોવું જોઈએ.
- થાંભલા ની સાઈઝ: 2.5 મીટર * 0.10 મીટર * 0.10 મીટર (ઊંચાઈ * જાડાઈ * પહોળાઈ)
- લોખંડની જાળી ની સાઈઝ: વ્યાસ 3.2 MM તેમજ મેશ સાઈઝ 100*100 MM રાખવાની રહેશે.
- કાંટાળા વાયર ની સાઈઝ: વાયારનો વ્યાસ મીનીમમ 2.5 MM હોવો જોઈએ.
- થાંભલા માટે ખાડાની સાઈઝ: 0.40 મીટર ઓરસ ચોરસ અને 0.60 મીટર ઊંડાઈ જરૂરી છે.
- જો એકથી વધારે ખેડૂતો ભેગા મળીને આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તે જેટલા પણ ખેડૂતો હોય તેમાંથી એકને લીડર તરીકે પસંદ કરવાનો રહેશે.
- ત્યારબાદ જે લીડર હોય તે આ યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પરથી આગળ બતાવ્યા પ્રમાણે તેણે એક ને જ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સરકાર દ્વારા જ્યારે પણ સબસીડી આપવામાં આવશે ત્યારે તે લીડરના બેંક ખાતામાં જ સબસીડી ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદ અન્ય ખેડૂતોએ સરખે ભાગે વહેંચવાની રહેશે.
Tar Fencing Yojana in Gujarati Apply Online
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે આઇ ખેડુત પોર્ટલ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: ઉપર આપેલી લીંક પર ક્લિક કરશો તો તમે આઇ ખેડૂત પોર્ટલના હોમ પેજ ઉપર પહોંચી જશો.
સ્ટેપ 3: હવે હોમ પેજ ઉપર તમારે “યોજનાઓ” લખેલા વિકલ્પ પર ક્લિક કરી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” તેની સામે ક્લિક કરી દેવાનું રહેશે.
સ્ટેપ 4: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં બધી iKhedut Portal Yojana List દેખાશે જેમાંથી તમારે “તાર ફેન્સીંગ યોજના” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5: હવે તમારે જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન અગાઉ કરેલું હોય તો “હા” અને જો ના કરેલું હોય તો “ના” પસંદ કરી આગળ વધવા પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમારી સ્ક્રીન ઉપર અરજી ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારી સામાન્ય જાણકારી જેવી કે તમારું નામ, તમારું એડ્રેસ, ફોન નંબર, જમીનની વિગત, બેંકની વિગત વગેરે જાણકારી ભરી લેવાની રહેશે.
સ્ટેપ 7: ત્યારબાદ અરજી સેવ કરીને તેની પ્રિન્ટ આઉટ કાઢી તેમાં જો તમે એક ખેડૂતે અરજી કરી હોય તો તમારી સહી અને જો સમૂહમાં અરજી કરી હોય તો બધાની સહી કરીને ફરી પાછી અપલોડ કરી દેવાની રહેશે.
સ્ટેપ 8: ત્યારબાદ અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ જેવા કે 7/12, 8-અ વગેરે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે.
ઉપર આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે આસાનીથી Tar Fencing Yojana Online Arji (Apply) કરી શકો છો.
ભારત સરકાર તરફથી Mera Bill Mera Adhikar App શરૂ કરવામાં આવી છે જેમાં તમે માત્ર રોજબરોજના સામાનનું બિલ અપલોડ કરીને 1 કરોડ સુધીના ઈનામ જીતી શકો છો.
વહેલા તે પહેલાના ધોરણે મળશે તાર ફેન્સીંગ સ્કીમ નો લાભ
ખેડૂત ભાઈઓ, અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ યોજનાનો લાભ વહેલા તે પહેલાના ધોરણે મળશે. અને તે પણ તમારા જિલ્લાના લક્ષ્યાંક મુજબ એટલે કે તમારા જિલ્લામાં અગાઉ નક્કી કરેલા જેટલા પણ ખેડૂતોને લાભ આપવાનો હશે તેટલી અરજી વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. એટલે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ઝડપથી ઉપર બતાવેલા સ્ટેપ્સ ફોલો કરીને અરજી કરી શકો છો.
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
Tar Fencing Yojana Online Apply Link | અહીંયા ક્લિક કરો |
FAQs: Tar Fencing Scheme in Gujarati 2023
પ્રશ્ન: ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં ખેડૂતોને કેટલી સહાય મળવા પાત્ર છે?
જવાબ: આ યોજના અંતર્ગત ખેડૂતોને મીટર દીઠ 200 રૂપિયા અથવા તો કુલ ખર્ચના 50% બંને માટે જે ઓછું હોય તેટલી રકમ મળવા પાત્ર થશે.
પ્રશ્ન: Tar Fencing Yojana Online Arji કેવી રીતે કરવી?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આ લેખમાં દર્શાવવામાં આવેલી છે.
પ્રશ્ન: તાર ફેન્સીંગ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ: www.ikhedut.gujarat.gov.in